HomeBusinessNew Recruitment:ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક સાથે ૨૫૩૧ નવા કર્મયોગીઓ જોડાયા-India News...

New Recruitment:ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક સાથે ૨૫૩૧ નવા કર્મયોગીઓ જોડાયા-India News Gujarat

Date:

New Recruitment:ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક સાથે ૨૫૩૧ નવા કર્મયોગીઓ જોડાયા-India News Gujarat

  • New Recruitment:બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું.
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરક વિડિયો સંદેશથી યુવા કર્મયોગીઓને પ્રોત્સાહિત કર્યા
    વડાપ્રધાન વિકસાવેલા ગુડ ગવર્નન્સથી ગુજરાતમાં
    પારદર્શી-સમયબદ્ધ અને જેમને મળવાપાત્ર છે તેવા ઉમેદવારો-યુવાનોની
    સરકારી સેવામાં ભરતીનો કોન્સેપ્ટ અપનાવ્યો છે
  • સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે.

  • નવનિયુક્ત ઉમેદવારો-કર્મયોગ ભાવથી સેવારત રહી સામેની વ્યક્તિ-અરજદારની સમસ્યા નિવારવામાં સંપૂર્ણ નિષ્ઠાથી કર્તવ્યરત બને.

  • વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમૃતકાળને ગુડ ગવર્નન્સ દ્વારા પ્રજાની સેવા-કલ્યાણ માટેના સમર્પિત ભાવથી જનસેવાનો અમૃતકાળ બનાવીએ.

New Recruitment:નિમણૂકપત્રો અર્પણનો ગૌરવશાળી સમારોહ સંપન્ન

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસેલી ગુડ ગવર્નન્સની પરિપાટીથી ગુજરાતમાં પારદર્શી તથા સમયબદ્ધ રીતે અને જેમને મળવાપાત્ર છે તેવા ઉમેદવારોની ભરતીનો કોન્સેપ્ટ અપનાવ્યો છે.
  • ગુજરાત સરકારના વિવિધ સંવર્ગોમાં નિમણૂક માટે પસંદગી પામેલા ૨૫૩૧ ઉમેદવારોને મહાત્મા મંદિરમાં નિમણૂક પત્ર એનાયત કરવાના ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા.
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી સમગ્રતયા ૨૫૩૧ યુવા કર્મીઓનું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રમાં ઉમેરાયું છે.
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ નવનિયુક્ત ઉમેદવારોને પ્રેરણાદાયી વિડિયો સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતે ભરતી કેલેન્ડર બનાવીને ટાઈમ ફ્રેમમાં ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને અત્યાર સુધી લાખો યુવાઓને નોકરીઓ આપી છે. એટલું જ નહીં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પારદર્શી પણ બનાવી છે.

યુવા રોજગારીના અવસરો સરળતાએ ઉપલબ્ધ કર્યા છે

  • મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અલગ-અલગ ડિજિટલ પ્લેટફોર્મ, મોબાઈલ એપ, વેબપોર્ટલ દ્વારા યુવા રોજગારીના અવસરો સરળતાએ ઉપલબ્ધ કર્યા છે, તે પણ અભિનંદનને પાત્ર છે એમ પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
  • વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મહત્વ આપી આ ક્ષેત્રોમાં મહત્તમ રોજગારી આપવા પણ કેન્દ્રની અને એન.ડી.એ. સાશિત રાજ્યોની સરકારોએ ફોકસ કર્યું છે.
  • રાજ્ય સરકારની સેવાઓમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પ્રેરણા આપતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, બદલાતા સમય અને ટેકનોલોજી સાથે યુવાશક્તિએ પણ સજ્જ થવું પડશે.
  • વિકાસ ચક્રની તીવ્ર ગતિ સાથે દેશમાં રોજગાર અવસરોની ગતિ પણ વેગવંતી બની છે.
  • તેનો વિશેષ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે એવો દુનિયાના તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો છે.
  • ગુજરાત આનું નેતૃત્વ કરે તે દિશામાં રોજગાર અવસરો, સ્વરોજગાર માટે સરળતાએ લોન ધિરાણ આપીએ છીએ તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.
  • ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન આપેલી કર્મયોગીની ભાવના ચરિતાર્થ કરી તેમની પાસે આવતા અરજદાર-સામાન્ય માનવીની સમસ્યાઓ નિવારવામાં સંપૂર્ણ નિષ્ઠાથી કર્તવ્યરત રહેવા આ તકે આહવાન કર્યું હતું.
  • તેમણે કહ્યું કે ભરતી પરીક્ષાઓ અને નિમણૂકો વિલબમાં ન પડે, ઉમેદવારોની સ્થિતિ પીડાદાયક ન થાય, તેવા યુવાહિત અભિગમથી આપણે ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ રોકવા અને ગેરરીતિ આચરનારાઓને નશ્યત કરવા કડકમાં કડક સજાનું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું છે.

વર્ગ-૩ની આ ભરતી ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષા

  • મુખ્યમંત્રી નવી નિમણૂક મેળવી રહેલા સૌ યુવાઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે લક્ષિત મંઝિલ સુધી પહોંચવા કે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા નૈતિકતા કદી ન છૂટવી જોઈએ તેનું સતત ધ્યાન રાખવાનું છે.
  • તેમણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અને રાજ્યના અમૃતકાળમાં ગુડ ગવર્નન્સથી પ્રજાકલ્યાણ-જનતાની જનસેવા માટેના સમર્પિત ભાવથી કર્તવ્યરત રહી આ અમૃતકાળ જનસેવાનો અમૃતકાળ બનાવવા પણ નવી નિમણૂક પામેલા કર્મીઓને પ્રેરણા આપી હતી.
    આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા
  • આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા સૌ ઉમેદવારો રાજ્ય સરકારમાં જોડાશે ત્યારથી જ તેમની જવાબદારી પણ બમણી થઈ જશે.
  • રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરી તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
    મુખ્યસચિવશ્રી વધુમાં જણાવ્યું હતું કે, બિન સચિવાલય કારકુન એ રાજ્ય સરકારના પાયાના કર્મચારીઓ છે તેથી જ નાગરિકોના કલ્યાણની જવાબદારી પણ તેમની છે. આ જવાબદારીને પૂર્ણ કરીને સૌ ઉમેદવારો રાજ્યના વિકાસમાં સહભાગી થશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવશ્રીએ વ્યક્ત કર્યો હતો.
  • ગજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને અધિક મુખ્ય સચિવશ્રી એ. કે. રાકેશે જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની આ ભરતી ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષા હતી. જેમાં રાજ્યના કુલ ૧૦,૪૫,૪૫૯ જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
  • મુખ્યમંત્રીશ્રીના નિરંતર માર્ગદર્શન, રાજ્ય સરકાર અને મંડળના અધિકારી કર્મચારીઓના સહયોગથી આજે આ પડકાર પૂર્ણ થયો છે.

તમે આ પણ વાંચી શકો છો-

RBI Warning: આ લિંક પર ક્લિક કરશો તો બેંકનું ખાતું ખાલી થઇ જશે

તમે આ પણ વાંચી શકો છો-

Women’s Day 2023 : લોનના નાણાં પરત કરવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ ઈમાનદાર

SHARE

Related stories

Latest stories