HomeBusinessNeed Textile Industry Research/સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ રિસર્ચ કરવાની જરૂર છે/India News Gujarat

Need Textile Industry Research/સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ રિસર્ચ કરવાની જરૂર છે/India News Gujarat

Date:

ભવિષ્યમાં ફેશન માટે કયા પ્રકારના કાપડની માંગ રહે છે તેના વિષે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ રિસર્ચ કરવાની જરૂર છે : સંદીપ કપૂર

સુરત પાસે સુવર્ણ તક છે કે વર્ષ ર૦ર૭ સુધીમાં ૭ લાખ કરોડ મીટર કાપડ બનાવી તેનું એક્ષ્પોર્ટ વધારી શકાય : દીપક મુંદડા

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ગ્લોબલી માર્કેટમાં પહોંચવા માટે કંઇક યુનિક કરવું પડશે : ગિરિશ લુથરા

ટેક્ષ્ટાઇલ પર્વના બીજા દિવસે ટેક્ષ્ટાઇલ નિષ્ણાંત સંદીપ કપૂર, દીપક મુંદડા અને ગિરિશ લુથરાએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા બુધવાર, તા. ૧૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ પર્વના બીજા દિવસે ટેક્ષ્ટાઇલ નિષ્ણાંત શ્રી રિટેઇલ્સ (દિલ્હી)ના સંદીપ કપૂર, મધુસુદન વિવ્ઝના ડિરેકટર દીપક મુંદડા અને લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સુરતે હવે સીધું એક્ષ્પોર્ટ કરવા માટેની તૈયારી દર્શાવે છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલા મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત જે કોઈપણ ઉદ્યોગકારને એક્ષ્પોર્ટ કરવું હોય તેની સંપૂર્ણ મદદ કરવા માટે ચેમ્બર સિસ્ટમ વિકસાવી રહી છે. તેમણે કહયું કે, પીએમ મિત્રા પાર્ક સુરતમાં આવી રહયું છે અને તેના કારણે સુરતની ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રી માટે ડાયવર્સિફિકેશન આવવાની સંભાવના છે. સરકાર દ્વારા મલ્ટીનેશનલ કંપનીઓને પણ પીએમ મિત્રા પાર્કમાં જગ્યા ફાળવવાની વાત થઈ છે અને તેઓની સાથે કોલાબોરેશનની પણ સંભાવના છે. ગ્રે કાપડ તો સુરતમાં વૈશ્વિક સ્તરનું બને જ છે પણ હવે પછી વૈશ્વિક માર્કેટમાં ટકવું હોય તો ફિનિશ્ડ કાપડ પણ વૈશ્વિક કક્ષાનું બનાવવું પડશે.

શ્રી રિટેઈલ્સ (દિલ્હી)ના સંદીપ કપૂરે જણાવ્યું હતું કે, સ્માર્ટ વર્ક અને સ્કીલ્સથી સુરતના ફેબ્રિકને બ્રાન્ડ બનાવવાનું શકય થશે. ભારતમાં જે રીતે બિઝનેસનું ડેવલપમેન્ટ થઇ રહયું છે તેને જોતા સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે, આથી ભારતના ઉદ્યોગકારો અને ખાસ કરીને સુરતના ઉદ્યોગકારો માટે અમૂલ્ય તક છે. કારણ કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી સપ્લાય ચેઇન ઉપલબ્ધ છે. સુરતમાં યાર્નમાંથી કાપડ બને છે, સુરતમાં કાપડનું પ્રોસેસિંગ પણ થાય છે અને તેમાંથી ગારમેન્ટ પણ બને છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે ફેશન માટે ભવિષ્યમાં કયા પ્રકારના કાપડની માંગ રહે છે તેના વિષે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ રિસર્ચ અને પ્રિ–પ્લાનીંગ કરવાની જરૂર છે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ કાપડમાં મોટી બ્રાન્ડ, ફેશન ડિઝાઈનર અને વિશ્વના બીજા દેશોમાં કાપડમાં ચાલી રહેલા ટ્રેન્ડ વિષે માહિતી મેળવવી પડશે. તેમણે કહયું કે, સુરતના ફેબ્રિકની ભારતની સાથે સાથે વિશ્વમાં પણ એક અલગ ઓળખ છે. સુરતમાં બનતું કપડું માત્ર કાપડ જ નહીં પણ તેની સાથે ભાવનાઓ જોડાયેલી હોય છે, જે કાપડ વેપારીઓની સાથે સાથે ગ્રાહકોને પણ આકર્ષિત કરે છે અને પ્રેમળ લાગણી અનુભવે છે.

મધુસૂદન વિવ્ઝના ડાયરેકટર દીપક મુંદડાએ જણાવ્યું હતું કે, સુરત પાસે સુવર્ણ તક છે કે તેઓ વર્ષ ર૦ર૭ સુધીમાં ૭ લાખ કરોડ મીટર કાપડ બનાવી તેનું એક્ષ્પોર્ટ વધારી શકે. સુરત, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં જીઓ ટેક્ષ્ટાઇલ, ડિફેન્સના ફેબ્રિકસ, કન્સ્ટ્રકશનના ટેક્ષ્ટાઇલ, સ્પોટર્‌સ ટેક્ષ્ટાઇલ માટે કાપડનું પણ ઉત્પાદન કરી શકે છે. હાલમાં કાપડનું ઉત્પાદન વિવિધ સેગમેન્ટમાં નવી ટેકનોલોજી સાથે સરળ રીતે કરી શકાય છે. કોવિડ અને લોકડાઉનના સમયમાં લોકોને આરામદાયક કપડાઓ પહેરવાની આદત થઈ ગઈ છે, જેના કારણે સ્ટ્રેચ અને લાઈક્રાના કાપડની માંગમાં વધારો થયો છે.

લુથરા ગૃપના ચેરમેન ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ગ્લોબલી માર્કેટમાં પહોંચવા માટે કંઇક યુનિક કરવું પડશે. ઉદ્યોગકારોએ હવે નવું ફેબ્રિક ડેવલપ કરી તેમાં પણ નવી નવી ડિઝાઇનો બનાવવાની પડશે.

ચેમ્બર ઓફ કોમર્સના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. જીએફઆરઆરસીના સભ્ય પરિમલ વખારિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી, પ્રફુલ્લ શાહ અને મહેન્દ્ર કાજીવાલા તથા ગૃપ ચેરમેનો મૃણાલ શુકલ અને નવિન પટેલ તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના ત્રણેય વકતાઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories