HomeBusinessNasal Vaccine: દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ, જાણો આ વેક્સિનના ફાયદા-India...

Nasal Vaccine: દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ, જાણો આ વેક્સિનના ફાયદા-India News Gujarat

Date:

Nasal Vaccine: દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ, જાણો આ વેક્સિનના ફાયદા-India News Gujarat

  • Nasal Vaccine:જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આ વેક્સિનને વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને ડેવલપ કરી છે.
  • નાકમાં સ્પ્રે કરીને લેવામાં આવતી આ વેક્સિન પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાય છે.
  • આજે ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે.
  • આ વેક્સિન દેશમાં કોરોના સામેની જંગમાં ખુબ જ મદદગાર સાબિત થશે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ વેક્સીન લોન્ચ કરી.
  • આ વેક્સિનનું નામ iNCOVACC રાખવામાં આવ્યું છે.
  • આ સમગ્ર વિશ્વની કોરોના વાઈરસની પ્રથમ નેઝલ વેક્સિન છે.
  • આ વેક્સિનને કોવેક્સિન અને કોવિશિલ્ડના ડોઝ લેનારા લોકો બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકશે.

કેટલા પૈસા ચૂકવવા પડશે?

  • આ વેક્સિનના ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 800 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેના 325 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે.
  • જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આ વેક્સિનને વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને ડેવલપ કરી છે.
  • નાકમાં સ્પ્રે કરીને લેવામાં આવતી આ વેક્સિન પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાય છે.
  • ભારત સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
  • લોન્ચિંગ પહેલા એ જણાવવામાં આવ્યું હતું કે આ વેક્સિનને સૌથી પહેલા ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • બાકી બે વેક્સિનની જેમ જ આ વેક્સિનના ડોઝ લેવા માટે કોવિન વેબસાઈટમાં જ સ્લોટ બુક કરવામાં આવશે.

જાણો નેઝલ વેક્સિનના ફાયદા

  • નેઝલ વેક્સિન તે વેક્સિન છે, જેને નાક દ્વારા લેવામાં આવે છે.
  • આ વેક્સિન તમામ લોકોને ખુબ જ સરળતાથી આપવામાં આવી શકે છે.
  • તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. હવે કોઈને પણ આ વેક્સિનનો ડોઝ આપવા માટે કોઈ પ્રકારના ઈન્જેક્શન લગાવવાની જરૂર નહીં પડે.
  • આ નેઝલ વેક્સિનની ખાસિયત એ છે કે તેને સામાન્ય રીતે કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે અથવા પ્રાથમિક વેક્સિન તરીકે પણ આપવામાં આવી શકે છે.
  • કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને વેક્સિન લેવાવાળા માટે આ નેઝલ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી શકે છે.
  • વેક્સિન ઈન્ફેક્શન અને ટ્રાન્સમિશન સામે આ ખુબ જ અસરદાર સાબિત થશે. તેને નાક દ્વારા આપવામાં આવે છે, તેથી તે સીધી તે જગ્યા પર અસર કરશે જ્યાં કોરોના વાઈરસ સૌથી વધારે ફેલાય છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે તે પહેલાની વેક્સિનની તુલનામાં વધારે ફાયદાકારક હશે.
  • આ વેક્સિનને લગાવવા માટે હેલ્થ વર્કર્સને ટ્રેનિંગ આપવાની જરૂર નહીં પડે, કારણ કે તેને સીધી નાક દ્વારા આપવામાં આવશે.
  • ત્યારે તેનો બીજો મોટો ફાયદો એ થશે કે તેના સ્ટોરેજની સમસ્યા પણ ઓછી થશે.
  • હાલ જે વેક્સિનને લગાવવામાં આવે છે, તેના સ્ટોરેજ માટે સરકારને ખુબ જ સંઘર્ષ કરવો પડે છે.
  • આ પહેલા જે વેક્સિન લગાવવામાં આવી રહી છે, તેની એક નાની બોટલમાં ઘણા ડોઝ હોય છે, જેને એકવાર ખોલ્યા બાદ તે લાંબા સમય સુધી ચાલતી નથી.
  • ત્યારે તે ફાયદો થશે કે વેક્સિનનો વેસ્ટ પણ ઓછો થશે.
  • નાક દ્વારા વેક્સિન સીધી અંદર જશે તો નાકથી ફેલાતા સંક્રમણનો ખતરો પણ ઓછો થશે.

આ પણ વાંચો :

MonkeyPox Vaccine: સ્વદેશી રસી બનાવવા 8 કંપનીઓ આગળ આવી

આ પણ વાંચો :

India created history by crossing 200 crore vaccine figure – ભારતે દુનિયાના દેશોને પાછળ છોડીને કોરોનાની લડાઈમાં ઈતિહાસ રચ્યો 

 

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories