HomeBusinessMutual Fund Scheme:100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, લાંબા ગાળે બનશે મોટું ફંડ-India...

Mutual Fund Scheme:100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, લાંબા ગાળે બનશે મોટું ફંડ-India News Gujarat

Date:

  • Mutual Fund Scheme: DSP મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો ડીએસપી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ ફંડમાં મિનિમમ 100 રૂપિયા અને અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.
  • આ ફંડનું બેન્ચમાર્ક NIFTY ફાયનાન્સિયલ સર્વિસીસ TRI છે.
  • આ સ્કીમમાં એક્ઝિટ લોડ શૂન્ય છે.
  • મ્યુચ્યુઅલ ફંડ હાઉસ DSP મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી સેગમેન્ટમાં એક નવું સેક્ટરલ/થિમેટિક ફંડ સ્કીમ લાવ્યું છે.
  • ફંડ હાઉસના એનએફઓ DSP Banking & Financial Services Fund નું સબસ્ક્રિપ્શન 20 નવેમ્બરથી ખુલ્યું છે.
  •  ઈન્વેસ્ટર્સ આ સ્કીમમાં 4 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે.
  • આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જેમાં રોકાણકારો જ્યારે ઈચ્છે ત્યારે યુનિટ રિડેમ્પશન કરી શકે છે.
  • આ સ્કીમમાં કરેલું રોકાણ લાંબા ગાળામાં મોટું ફંડ એકઠું થઈ શકે છે.

Mutual Fund Scheme:આ સ્કીમમાં 100 રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ

  • DSP મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો ડીએસપી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ ફંડમાં મિનિમમ 100 રૂપિયા અને અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.
  • આ ફંડનું બેન્ચમાર્ક NIFTY ફાયનાન્સિયલ સર્વિસીસ TRI છે. આ સ્કીમમાં એક્ઝિટ લોડ શૂન્ય છે.

બેન્કિંગ અને નાણાકીય સર્વિસના ક્ષેત્રમાં રોકાણ કરવાની તક

  • એસેટ મેનેજમેન્ટ કંપનીના જણાવ્યા મૂજબ, આ ઓપન-એન્ડેડ સ્કીમ લોંગ ટર્મ માટે બેન્કિંગ અને નાણાકીય સર્વિસના ક્ષેત્રમાં રોકાણ કરવાની તક આપે છે.
  • બેંક ઉપરાંત, તેમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપની, જીવન વીમો, નોન-લાઇફ ઇન્શ્યોરન્સ, AMC, એક્સચેન્જ અને ડિપોઝિટ જેવી NBFCનો સમાવેશ થાય છે.
  • DSP મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO કલ્પેન પારેખના જણાવ્યા અનુસાર, BFSI ક્ષેત્રની કંપનીઓ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં મોટો નફો કરે છે.
  • ઈન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ, ઉદ્યોગને ટેકો આપતા ટેક પ્લેટફોર્મ, પેમેન્ટ્સ અને ફિનટેકમાં વિવિધ વ્યવસાયોને કારણે નફાનું પ્રમાણ વધી રહ્યુ છે.

આ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે

  • DSP મ્યુચ્યુઅલ ફંડ હાઉસના જણાવ્યા મૂજબ, લોંગ ટર્મમાં કેપિટલ ગ્રોથ ઈચ્છતા રોકાણકારો માટે આ એક સારો ઓપ્શન છે.
  • તેમાં, બેંકિંગ અને નાણાકીય સર્વિસ કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી રિલેટેડ ઈન્સ્ટુમેન્ટમાં રોકાણ કરીને વધારે સારું વળતર મેળવવાની તક રેહેશે. શેરબજારની સ્થિતિની અસર આ સ્કીમ પર જોવા મળી શકે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

તમે આ પણ વાંચી શકો છો :

MoU With Knowledge Chamber Of Commerce And Industry/નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કર્યા

તમે આ પણ વાંચી શકો છો :

KBC Fraud:KBC ના નામે ફ્રોડ, ફોન કોલ અને વોટ્સએપ પર રૂપિયાની લાલચ આપીને થાય છે ફ્રોડ

SHARE

Related stories

Latest stories