Mandvi Villagers On Strike: ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ક્વોરીને કારણે ખેતી સહિત પાણી દૂષિત થવાની ઘટના
માંડવી તાલુકા અરેઠ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ચાલતી સ્ટોન ક્વોરી બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી. ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનોને તેમજ ખેતીવાડીને થતા નુકસાન સામે ગ્રામજનોએ માંડવી મામલતદારને આવેદન આપ્યું હતું.
ગૌચરની જમીનમાં ચાલતી સ્ટોન ક્વોરી બંધ કરવા માંગ
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી પત્થરો તોડવાની કવોરીઓ સ્થાનિક ગ્રામજનો માટે આફત રૂપ બની રહી છે. માંડવી તાલુકાના અરેઠ ગામે આદિવાસીઓની વસ્તી ધરાવતા ગામ માં ચાલતી સ્ટોન કવોરીઓને લઈને ગ્રામજનોની દશા કફોડી બની જવા પામી છે. કારણ કવોરી માં થતા બ્લાસ્ટિંગ અને ઉડતા પત્થરોને લઈને પત્થરો ઘર પર પાડવાની સાથે પીવાના પાણી દુષિત થવાની ઘટના બની રહી હતી. તેમજ ક્વોરીમાં ચાલતા ડંપરો બેફામ હંકારતાં સ્થાનિકોમાં ભય નો માહોલ ઉભો થયો છે. જેને કારણે સ્થાનિકો હવે આવા ગેરકાનૂની રીતે ચાલતા ક્વોરી સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
Mandvi Villagers On Strike: તંત્ર દ્વારા પગલાં ભરવામાં નહીં આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી
ગૌચરની જમીનોમાં ખનન અને ક્વોરીની પ્રવુતિ બંધ થવી જોઈ એ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરાયાનું ગ્રામજનો એ જણાવ્યું હતું. ગત 10 મી જાન્યુઆરીના રોજ પણ અરેઠ ગામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં ગામમાં ચાલતી ક્વોરીઓ બંધ કરવા સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો. છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા ગ્રામજનો રસ્તા પર આવ્યા હતા. જેથી અંતિમ અલ્ટીમેટમના ભાગરૂપે અરેઠ ગામના ગ્રામજનો એ મોટી સંખ્યામાં ભેગા થઇને ક્વોરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન પત્ર આપ્યું હતું.
સ્થાનિક ગ્રામજનો એ માંડવી મામલતદાર તેમજ ડીવાયએસપીને પણ આવેદન પત્ર આપ્યું હતું. અને ક્વોરી બંધ નહિ થાયતો તંત્ર સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાનું પણ એલાનકર્યું હતું. અને તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરી નહિ કરાય તો કચેરીઓ ના ઘેરાવ કરવા સુધીની ચીમકી પણ આપી છે. ત્યારે હવે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર કેવી કામગીરી કરશે તે જોવું રહ્યું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: