HomeBusinessLPG Gas Cylinder Price : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો...

LPG Gas Cylinder Price : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ-India News Gujarat

Date:

LPG Gas Cylinder Price:કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ-India News Gujarat

  • LPG Gas Cylinder Price:19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો  છે.
  • મોંઘવારી વચ્ચે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder) 36 રૂપિયા સસ્તો થયો  છે.
  • હવે રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 2012.50 રૂપિયા હતી.
  • 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 2012.50 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા હતી

  • કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા રાહત મળી  છે.
  • આ ઘટાડા બાદ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 2000 રૂપિયા કરતા ઓછી થઈ ગઈ છે.
  • હાલમાં ગેસ સિલિન્ડરની કિંમત 2012.50 રૂપિયા છે. જોકે હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • કિંમતોમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે જ લાગુ કરાયો  છે.
  • ઉલ્લેખનીય છે કે ભાવમાં આ સતત ચોથી વખત ઘટાડો કરાયો છે.
  • જુલાઈ મહિનામાં જ ગેસની કિંમતમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.
  • 19 મેના રોજ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા હતી.
  • 1 જૂને તેની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ઘટીને 2219 રૂપિયા થઈ ગયો હતો.
  • 1 જુલાઈએ કિંમતમાં ફરીથી 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 2021 રૂપિયા કરવામાં આવી હતી.
  • 6 જુલાઈના રોજ કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 2012.50 રૂપિયા થયો હતો.

LPG સિલિન્ડર પર 50 લાખનો વીમો મળે છે

  • કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાએ એલપીજી સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડ્યા છે.
  • તેમાં ભરાયેલો ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે.
  • આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
  • યોગ્ય માહિતીના અભાવ અને જાળવણીમાં ક્ષતિને કારણે લોકો સિલિન્ડર ફાટવાના બનાવોપણ  સંભળાય છે. સાથે જ એ પણ જાણવું જોઈએ કે જો LPG સિલિન્ડર ફાટવાથી અથવા ગેસ લીક ​​થવાને કારણે અકસ્માત થાય છે તો ગ્રાહક તરીકે તમને શું અધિકાર છે.
  • મોટાભાગના લોકોને આ વિશે ખબર નહીં હોય કે પેટ્રોલિયમ કંપનીઓ આના પર 50 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે.
  • આ માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.

તમે આ પણ વાંચી શકો છો-

LPG Cylinder :રાહતના સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો

તમે આ પણ વાંચી શકો છો-

LPG ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળશે, તમને તેનો ફાયદો મળશે કે નહીં? 

SHARE

Related stories

Latest stories