RBI ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદમાં માહિતી આપી
Loan Costly : છેલ્લા ઘણા સમયથી મોંઘવારી એ સૌથી મોટી સમસ્યા છે. સામાન્ય લોકો કે જેઓ લોન પર પોતાનું જીવન વીતાવી રહ્યા છે તેઓ માટે એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે, જેને કારણે રેપો રેટ 6.25%થી વધીને 6.50% થયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવા પડશે. Loan Costly, Latest Gujarati News
6 વખતમાં 2.50% વધાર્યા
મોનેટરી પોલિસીની મિટિંગ દર બે મહિને મળે છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઈએ 2 અને 3 મેના રોજ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં 0.40%થી 4.40% સુધીનો વધારો કર્યો હતો. રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો હતો. આ પછી 6થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40%થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં એમાં 0.50%નો વધારો કરીને એને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજદર વધીને 5.90% થઈ ગયા. ત્યાર બાદ ડિસેમ્બરમાં વ્યાજદર 6.25% પર પહોંચી ગયા. હવે વ્યાજદર 6.50% પર પહોંચી ગયો છે. આમ કહી શકાય કે સામાન્ય લોકો માટે મોંઘવારીનો મોટો બોજ આ લોન બની શકે છે. Loan Costly, Latest Gujarati News
RBI ગવર્નરના સંબોધનની મોટી વાતો
- મોનેટરી પોલિસી કમિટીના 6માંથી 4 સભ્ય વ્યાજદર વધારવાની તરફેણમાં છે
- વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે
- ગ્રામીણ માગમાં સુધારો જોવા મળ્યો છે
- નાણાકીય વર્ષ 23-24માં ફુગાવો 4%થી ઉપર રહેવાની શક્યતા છે
- નાણાકીય વર્ષ 23માં GDP 7% રહેવાનો અંદાજ છે
- SDF 6%થી વધીને 6.25%
- બજારમાં પૂરતી લિક્વિડિટી છે
- Loan Costly, Latest Gujarati News
RBI શા માટે રેપો રેટમાં વધારો કે ઘટાડો કરે છે?
RBI પાસે રેપો રેટના સ્વરૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે ફુગાવો ઘણો ઊંચો હોય છે ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે એ મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. એનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે. જો નાણાંનો પ્રવાહ ઓછો હશે તો માગ ઘટશે અને ફુગાવો ઘટશે. Loan Costly, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – Mehbooba Mufti detained : મહેબૂબા મુફ્તીને દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવી – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો – Sleep During The Day : જો તમે પણ દિવસ દરમિયાન ઊંઘો છો, તો તે આ રોગોની નિશાની હોઈ શકે – India News Gujarat