HomeBusinessLaunching Of Shiksha Reforms/રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મ નું...

Launching Of Shiksha Reforms/રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ/INDIA NEWS GUJARAT

Date:

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું.

હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ તરીકે શિક્ષણવિદ્દ દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત ફિનલેન્ડ થી કેમક યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્દ એન્ટિ ઇસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને માઈક્રો સેફ્ટ કંપની સાથે ટાઈપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈપ કરી શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. જયારે રિફોર્મ ના પાર્ટનર પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories