HomeBusinessKullad Pizza/મિશન મંગલમ યોજનાના માધ્યમથી આત્મનિર્ભર બનતી ઓલપાડની ‘સંસ્કૃતિ સખી મંડળ’ની બહેનો/INDIA...

Kullad Pizza/મિશન મંગલમ યોજનાના માધ્યમથી આત્મનિર્ભર બનતી ઓલપાડની ‘સંસ્કૃતિ સખી મંડળ’ની બહેનો/INDIA NEWS GUJARAT

Date:

‘સરસ મેળો-સુરત ૨૦૨૩’

આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા: ઓલપાડ તાલુકાના અસનાડ ગામના ‘સંસ્કૃતિ સખી મંડળે’ પિત્ઝાને આપ્યું નવું રૂપ:

મિશન મંગલમ યોજનાના માધ્યમથી આત્મનિર્ભર બનતી ઓલપાડની ‘સંસ્કૃતિ સખી મંડળ’ની બહેનો

કુલ્લડ પિત્ઝા, દેસાઈ વડા અને મેગીના ભજીયાનો સ્વાદ સુરતીઓને દાઢે વળગ્યો: ૫ દિવસમાં ૮૫ હજારની કમાણી થઈ

શક્તિના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી પગલાઓ લઈ રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત જગવિખ્યાત છે, ત્યારે ઈટાલિયન પિત્ઝા માટે પણ આવી જ એક કહેવત છે કે, પ્રેમ નિરાશ કરી શકે છે, પરંતુ પિત્ઝા નહી. આવા પિત્ઝાને સુરતની બહેનોએ નવું દેશી સ્વરૂપ આપ્યું છે. રાજય સરકાર દ્વારા સુરતના અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં ઓલપાડની સંસ્કૃતિ સખી મંડળની બહેનો દ્વારા ખાન-પાનના શોખીન સુરતીઓ માટે માટીની કુલડીમાં પિત્ઝા, દેસાઈ વડા અને મેગીના ભજીયાની નવી સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામાં આવી રહી છે. દેશમાં ખાન-પાનની વાનગી સાથે અવનવી પહેલ કરવામાં સુરત હંમેશા અનોખો પ્રયોગ કરતું હોય છે, જેમાં ગ્રામ્ય વિસ્તારની બહેનોએ અવનવી વાનગીઓમાં નવી ભાત પાડી છે. આ સખીમંડળે સરસ મેળામાં ૫ દિવસમાંજ રૂ. ૮૫ હજારની કમાણી કરી છે.


સખી મંડળના સેજલબેન દેસાઈ કહે છે કે, છેલ્લા બે વર્ષથી અમે ઓલપાડ તાલુકાના અસનાડ ગામની સંસ્કૃતિ સખીમંડળ ચલાવીએ છીએ. અમારા સખીમંડળમાં ૧૦ બહેનો સાથે મળીને ગૃહઉદ્યોગ ચલાવીએ છીએ. અમારા સખી મંડળની બહેનો શરૂઆતમાં નાના પાયે બચત કરતા હતા. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના હેઠળ અમોને રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. દોઢ લાખનું સીઆઈએફ ફંડ પણ મળ્યું છે. આ નાણાનો અમે અમારા નાનકડા વ્યવસાયના વિકાસ માટે ઉપયોગ કર્યો છે, જેમાં અમે ગૃહઉદ્યોગના ધંધા માટે મસાલા, વેફર, પાપડી સહિત સિઝનલ વસ્તુઓ બનાવી વેચાણ કરીએ છીએ. સખી મંડળની બહેનો દ્વારા કુલ્લ્ડ પિત્ઝા, દેસાઈ વડા અને મેગીના ભજીયાનો સ્વાદ સુરતીઓને દાઢે વળગ્યો હોવાનું તેઓ જણાવે છે.


રાજ્ય અને કેન્દ્ર સરકારે બહેનોના આર્થિક રીતે પગભર બને તે માટે અનેક યોજનાઓ બનાવી છે જે બદલ આભારની લાગણી વ્યકત કરતા સેજલબેન કહે છે કે, સરકારના આર્થિક સહયોગથી અમારે હવે કોઈ પાસે હાથ લાંબો કરવાની જરૂરિયાત રહી નથી. પિત્ઝાના વેચાણ થકી મળતી આવકમાંથી પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યા છીએ. તેઓ કહે છે કે, સરકાર દ્વારા વાર તહેવારે અમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને વેચાણ થાય એ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી કરવામાં આવે છે, જેથી અમારી ચીજવસ્તુઓને સરળતાથી વેચાણ કરી શકીએ છીએ.


મહિલાલક્ષી અનેક નવતર યોજનાઓના નક્કર અમલીકરણના પરિણામે આજે ગુજરાતમાં મહિલાઓને અનેક ક્ષેત્રે પોતાના શક્તિ-સામર્થ્ય દર્શાવવાની તક મળી રહી છે. આમ, મિશન મંગલમ જેવી સરકારની યોજનાઓના માધ્યમથી સેજલબેન જેવી અનેક મહિલાઓ આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થઈ રહી છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories