HomeAutomobilesKhatmuhurta/રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહૂર્ત/INDIA NEWS GUJARAT

Khatmuhurta/રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહૂર્ત/INDIA NEWS GUJARAT

Date:

વેલંજા, કઠોર, અબ્રામા વિસ્તારમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાઃ

વેલંજા, અંત્રોલી અને ઘલા ગામમાં નવી પ્રાથમિક શાળાઓ તથા પાસોદરા-લસકાણા વિસ્તારમાં નવી સાયન્સ કોલેજ મંજુર કરવામાં આવી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષણરાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ વેલંજા, કઠોર, અબ્રામા વિસ્તારમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વેલંજાની રંગોલી ચોકડી ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, અમારી સરકાર લોકોના હિતોને લક્ષમાં રાખી કાર્ય કરનારી સરકાર છે. લોકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર કાર્યરત હોવાનુ જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, વેલંજા, ઉમરા, અબ્રામા ખાતે ડ્રેનેજના કામો થયા બાદ રસ્તાના કામો સાકારિત થશે. આ વિસ્તારના લોકોને શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે વેલંજા, અંત્રોલી અને ઘલા ગામોમાં પ-૫ હજાર વારની જગ્યામાં પ્રાથમિક શાળાઓ મંજૂર કરી છે. જેનુ ટુંક સમયમાં ખાતમુહૂર્ત થશે. પાસોદરા અને લસકાણા વિસ્તારમાં ૧૮ હજાર વારમાં સાયન્સની કોલેજ મંજૂર કરવામાં આવી છે.


આગામી સમયમાં રંગોલી ચોકડી ખાતે બ્રિજ બનાવવાની દિશામાં પણ યોગ્ય અને ઝડપભેર કાર્યવાહી થઈ રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં કોઈ પણ અસામાજિક પ્રવૃતિઓ સાંખી નહી લેવાય એમ સ્પષ્ટપણે જણાવતા પ્રજાને રજાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી મંત્રીએ આપી હતી.
ખાતમુહૂર્ત થયેલા કામોની વિગતો જોઈએ તો રૂ.૧૦૭ લાખના ખર્ચે ઉમરા ગામમાં આવેલ શુભવિલા તથા સાંઈ આગમન પાસેથી પસાર થતો કેનાલ સર્વિસ રોડ તથા રૂ.૬૦ લાખના ખર્ચે વેલંજામાં આવેલ અવસર બંગ્લોઝ પાસેથી પસાર થતો રસ્તો, રૂ.૬૮.૬૧ લાખના ખર્ચે વેલંજામાં આવેલ વેલજા—સાયણ મેઈન રોડ થી કામધેનું સોસાયટી સુધીના રસ્તાને બનાવાનું કામ, રૂ.૪૨.૯૧ લાખના ખર્ચે ઉમરા ગામમાં આવેલ ગોપનાથ પાન સેન્ટર થી નંદની હોમ્સ સુધીના કેનાલ સર્વિસ રોડ, રૂ.૩૦૦ લાખના ખર્ચે મોટા વરાછા-ગોથાણ (દુ:ખીયાનો દરબાર રોડ) રોડથી અબ્રામા વેલંજા સિંગલ પટ્ટી રોડ સુધીના કાકરાપાર જમણાકાંઠા કેનાલના સર્વિસ રોડ, રૂ. ૫૧.૧૨ લાખના ખર્ચે વેલજામાં આવેલી ધારા ચોકડીથી ૩.0R કેનાલ સુધી સર્વિસ રસ્તાને બનાવવાનું કામ, રૂ.૫૮ લાખના ખર્ચે વેલંજાની ધારા ચોકડીથી શ્યામ લેક સીટી સુધીનો સર્વિસ રોડ, રૂ. ૪૫.૫૦ લાખના ખર્ચે વેલંજાની (૧) રંગોલી ચોકડી (જમણી બાજુ) થી નિલંકઠ વિલા સોસાયટી સુધી અને (૨) વેલંજા હજીરા સ્ટેટ હાઈવેથી (ડાબી બાજુ) વૃંદાવન સોસાયટી સુધી જતાં રસ્તો, રૂ.૪૦ લાખના ખર્ચે કાંકરાપાર જમણાકાંઠા કેનાલથી કઠોર (સુરત મ.ન.પા. હદુ સુધી) (સાયણ–કઠોર રોડ) સુધીના હયાત આશરે ૧૨ મીટર પહોળાઈના નોન ટી.પી. રસ્તા પર GI ઓકટાગોનલ સ્ટ્રીટલાઇટ પોલ ઉભા કરી તેના પર એનર્જી એફીસીયન્ટ LED ફીટીંગ કામ, રૂ.૪૬ લાખના ખર્ચે વેલંજા કઠોર (સુરત મ.ન.પા. હદ) થી રંગોલી ચોકડી– કાકરાપાર જમણાકાંઠા કેનાલ (સાયણ–કઠોર રોડ) સુધીના હયાત આશરે ૧૨ મીટર પહોળાઈના નોન ટી.પી. રસ્તા પર GI ઓકટાગોનલ સ્ટ્રીટલાઈટ પોલ ઉભા કરી તેના એનર્જી એફીસીયન્ટ LED ફીટીંગ કામ, રૂ. ૬૧ લાખના ખર્ચે પી.પી. સવાણી સ્કૂલ, અબ્રામાથી કઠોર વેલકમ ગેટ (મોદીનગર) સુધીના હયાત આશરે ૬ મીટર પહોળાઈના રસ્તા પર GI સ્ટ્રીટલાઈટ પોલ ઉભા કરી તેના પર એનર્જી એફીસીયન્ટ LED ફીટીંગ કામ મળી અંદાજે રૂ. ૧૧ કરોડના ખર્ચના ખાતમુહૂર્ત કર્યું હતું.


આ અવસરે પૂર્વ ડે.મેયર દિનેશ જોધાણી, અગ્રણી ભાવનાબેન સોલંકી, મનુભાઈ બલર, રાજુભાઈ ગૌદાની, જીતુભાઈ, જગદીશભાઈ, કિશોરભાઈ તથા વિવિધ સોસાયટીઓના પ્રમુખો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories