IT Raid: Paracetamol ડોલો-650 દવા બનાવતી કંપની પર આવકવેરાના દરોડા, કોરોનાકાળમા 350 કરોડની દવાનું કર્યુ હતુ વેચાણ-India News Gujarat
- IT Raid: આવકવેરા વિભાગે (Income tax) ડોલો-650 દવા બનાવતી માઇક્રો લેબના સ્થાન પર દરોડા પાડ્યા છે.
- આ કામગીરી કરચોરીના કેસ સાથે સંબંધિત છે
- આવકવેરા વિભાગે (Income Tax Department) બુધવારે ટેક્સ ચોરીના આરોપમાં બેંગ્લોર સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડ નામની ફાર્મા કંપનીના પરિસરમાં સર્ચ કર્યું હતું.
- આ કંપની ડોલો-650 ટેબ્લેટનું ઉત્પાદન કરે છે જેનો વર્ષ 2020 થી કોવિડ-19 દર્દીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.
- અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે સર્ચ દરમિયાન નાણાકીય દસ્તાવેજો, બેલેન્સ શીટ અને વિતરકો સાથે સંબંધિત માહિતી એકત્રિત કરી છે.
- જોકે, વિભાગે તપાસમાં મળેલી માહિતી જાહેર કરી નથી. અધિકારીઓએ જણાવ્યું કે અન્ય શહેરોમાં સ્થિત કંપની અને તેના વિતરકોના સ્થાનોને પણ તપાસના દાયરા હેઠળ લાવવામાં આવી રહ્યા છે.
આવકવેરા વિભાગે દેશના ઘણા ભાગોમાં દરોડા પાડ્યા
- અહેવાલો અનુસાર, અન્ય ઘણા શહેરોમાં કંપનીના પ્રમોટરોના સ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
- આ સાથે વિતરકોના સ્થળોને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યા છે.
- કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે તે ફાર્મા ઉત્પાદનો અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોનું ઉત્પાદન કરે છે અને દેશમાં કુલ 17 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે.
- એટલું જ નહીં માઈક્રો લેબ્સ લિમિટેડનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે.
- કંપનીના મુખ્ય ફાર્મા ઉત્પાદનોમાં ડોલો-650 દવાનો સમાવેશ થાય છે, જે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને આપવામાં આવે છે.
- ડોલો 650 ઉપરાંત, માઇક્રો લેબ્સ લિમિટેડ અન્ય ઘણી મહત્વપૂર્ણ ફાર્મા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.
કોવિડ બાદ કંપનીએ કર્યું છે 350 કરોડની દવાઓનું વેચાણ
- તમને જણાવી દઈએ કે ડોલો-650 નો ઉપયોગ તાવ ઘટાડવા માટે થાય છે.
- આ સિવાય ડોલો-650 નો ઉપયોગ પેઈન કિલર તરીકે પણ થાય છે.
- આ કારણે, કોવિડ દરમિયાન ડોકટરોએ આ દવાની ભલામણ કરી હતી, જેના કારણે તેના ઉપયોગમાં મોટા પાયે અચાનક વધારો થયો હતો.
- આનાથી કંપનીને પણ ઘણો ફાયદો થયો.
- કંપનીએ એક તાજેતરની માહિતીમાં જણાવ્યું હતું કે દેશમાં કોવિડની શરૂઆતથી, માઇક્રો લેબ્સ લિમિટેડે 350 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ડોલો-650 વેચી છે અને કંપનીએ એક વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
તમે આ પણ વાંચી શકો છો-
IT Return:જાણો ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ કઈ છે?