- IREDA IPO: ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ IREDA નો IPO આજથી રોકાણ માટે ખુલ્યો છે. સરકારી મિની રત્ન કંપની IREDA IPO હેઠળ ફ્રેશ ઇશ્યૂ અને ઓએફએસ દ્વારા રૂ. 2,150 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
- ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ IREDA નો IPO આજથી રોકાણ માટે ખુલ્યો છે. સરકારી મિની રત્ન કંપની IREDA IPO હેઠળ ફ્રેશ ઇશ્યૂ અને ઓએફએસ દ્વારા રૂ. 2,150 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
- IPOમાં રૂ. 1,290 કરોડના મૂલ્યના 40.32 કરોડ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે, જ્યારે 26.69 કરોડ ઇક્વિટી શેર OFS હેઠળ હશે, જેની કિંમત રૂ. 860 કરોડ છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 30-32/શેર નક્કી કરવામાં આવી છે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, કંપનીનું માર્કેટ કેપ વેલ્યુએશન રૂ. 8,600.85 કરોડ છે.
- IPOના કુલ કદમાંથી, 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત છે, જ્યારે 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના 35% રિટેલ રોકાણકારો માટે ફાળવવામાં આવે
પબ્લિક ઈશ્યુની વિગતો
- ઈશ્યુ ખુલ્યો: 21 નવેમ્બર
- ઈશ્યુ બંધ થશે: 23 નવેમ્બર
- ઇશ્યૂ કદ: રૂ. 2,150 કરોડ
- નવા શેરનું કદઃ રૂ. 1,290 કરોડ
- વેચાણનું કદ: રૂ. 860 કરોડ
- શેરનું મૂલ્ય: રૂ 10/શેર
- પ્રાઇસ બેન્ડ: રૂ. 30-32/શેર
- લોટ સાઈઝ: 460 શેર
- લિસ્ટિંગ: NSE, BSE
શેરહોલ્ડિંગ પેટર્ન
- IPO પહેલાનું શેરહોલ્ડિંગ 2,28,46,00,000 છે, જે IPO પછી વધીને 2,68,77,706 થશે. જે પ્રમોટરો તેમના શેરનું વેચાણ કરી રહ્યા છે તેઓ ઓફર ફોર સેલમાં ભાગ લેશે.
- સરકાર નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા 2.69 કરોડ શેર ઓફર કરી રહી છે.
- IPO પછી, પ્રમોટર અને પબ્લિક ગ્રૂપ શેરહોલ્ડિંગ અને પબ્લિક શેરહોલ્ડિંગનો રેશિયો 75:25 થશે.
કંપનીનો કારોબાર શું છે ?
- IREDA, 1987 માં રચાયેલ એક પબ્લિક લિમિટેડ સરકારી કંપની છે. તે મિનિરત્ન (કેટેગરી-1) સરકારી સાહસ છે અને તે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.
- કંપની ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કરે છે, આ સોલાર, હાઇડ્રો, બાયોમાસ અને બાયોફ્યુઅલ છે.
- IREDA એ ‘નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન’ છે, જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ધિરાણ આપવાની સાથે પ્રોત્સાહન અને વિકાસ કરવામાં મદદ કરે છે.
- 36 વર્ષનો અનુભવ ધરાવતી આ કંપની ઘણા નાણાકીય ઉત્પાદનો અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે.
- તેમાં પ્રોજેક્ટ ડિઝાઇનથી લઈને પોસ્ટ કમિશનિંગ સુધીની સેવાઓનો સમાવેશ થાય છે.
પૈસા ક્યાં વાપરવામાં આવશે?
- ઓફરમાં ફ્રેશ ઈશ્યુ અને ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
- ઓફર ફોર સેલમાંથી કંપનીને કોઈ આવક થશે નહીં અને તમામ નાણાં શેરહોલ્ડિંગ વેચનાર પ્રમોટરને જશે.
- કંપની ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ ભાવિ મૂડી અને ધિરાણની જરૂરિયાતોને પહોંચી વળવા તેના મૂડી આધારને વિસ્તારવા માટે કરવા માગે છે.
આ પણ વાંચો:
Ola Cabs: ઓલા કેબ્સે રાઈડ કેન્સલ કરવા પર પૈસા કાપી લીધા? જાણો કઈ રીતે તેને રિફંડ મેળવી શકાશે
આ પણ વાંચો:
Lok Sabha Elections: ભાજપ પોતાના સંગઠનને સુધારવામાં વ્યસ્ત, દરેક જિલ્લામાં નવા પ્રભારી નિયુક્ત