HomeBusinessIPOPRENEURS:સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થશે તો રૂપિયા...

IPOPRENEURS:સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થશે તો રૂપિયા પ૦ હજાર કરોડની વેલ્યુ ક્રિએટ થઇ શકશે : સ્ટોક એક્ષ્ચેન્જ નિષ્ણાંતો-India News Gujarat

Date:

IPOPRENEURS:સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થશે તો રૂપિયા પ૦ હજાર કરોડની વેલ્યુ ક્રિએટ થઇ શકશે : સ્ટોક એક્ષ્ચેન્જ નિષ્ણાંતો-India News Gujarat

  • IPOPRENEURS:ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇકો સિસ્ટમ ડેવલપ કરવાની પહેલના ભાગ રૂપે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સ’વિષે કાર્યક્રમ યોજાયો, આઇપીઓ કરી ચૂકેલી વીસ જેટલી કંપનીઓના માલિકો અને પ્રતિનિધિઓને સન્માનિત કરાયાં
  • સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૮ ફેબ્રુઆરી, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે મુંબઇ સ્થિત બીએસઇ એસએમઇના હેડ અજય કુમાર ઠાકુર, અમદાવાદ સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ આશીષ ગોયલ અને સુરત સ્થિત જૈનમ બ્રોકીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર મિલન પરીખે ઉદ્યોગકારોને કંપનીને સ્ટોક એક્ષ્ચેન્જીસ ઉપર લીસ્ટેડ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

IPOPRENEURS: ૪૦ કંપનીઓએ આઇપીઓ દ્વારા તેમની મૂડી એકત્ર કરી હતી

  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, હાલ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩.૪ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે વિશ્વમાં આઠમા ક્રમે છે.
  • ગત વર્ષે લગભગ ૪૦ કંપનીઓએ આઇપીઓ દ્વારા તેમની મૂડી એકત્ર કરી હતી.
  • છેલ્લાં ર૦ વર્ષો દરમ્યાન વર્ષ ર૦૦૭ માં સૌથી વધુ ૧૦૮ કંપનીઓએ આઇપીઓ દ્વારા મૂડી એકત્ર કરી હતી.
  • હાલ એનએસઇ અને બીએસઇ પર લગભગ ૬૮૧૯ કંપનીઓ લિસ્ટેડ છે.
  • લિસ્ટિંગ દ્વારા મૂડી એકત્ર કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર બિઝનેસ જાહેર થઈ ગયા બાદ રોકાણકારો બજારમાં તેના શેરનો વેપાર કરી શકે છે.
  • વધુમાં તેમણે કહયું હતું કે, સુરત હવે તેની અર્થવ્યવસ્થા અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે.
  • હવે સુરતની ઘણી કંપનીઓ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ છે અને બધા સારા વોલ્યુમ સાથે ટ્રેડ થઇ રહયાં છે. તેમાંથી ઘણાએ તેમના રોકાણકારોને સુંદર વળતર આપ્યું છે.

દસ વર્ષમાં ૩૮૦૦૦ કંપનીઓના પ્રમોટર્સ

  • અજય કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, તા. ૧૩ માર્ચ, ર૦૧ર માં પ્રથમ એસએમઇ કંપની સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટેડ થઇ હતી
  • છેલ્લાં દસ વર્ષમાં ૩૮૦૦૦ કંપનીઓના પ્રમોટર્સને લીસ્ટીંગ કરાવવા માટે સમજણ આપી છે ત્યારે એમાંથી ૭૦૦ પ્રમોટર્સ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થયા છે.
  • હવે આ કંપનીઓએ રૂપિયા ૧ લાખ કરોડથી પણ વધુનું વેલ્યુએશન કરી લીધું છે.
  • આઇપીઓ લાવવા માટે મહત્વના ચાર ક્રાઇટેરીયા વિષે તેમણે ઉદ્યોગકારોને માહિતી આપી હતી. એના માટે કંપની ત્રણ વર્ષ જૂની હોવી જોઇએ અને એક વર્ષે તેને નફો રળેલો હોવો જોઇએ.
  • કંપનીની ઓછામાં ઓછી રૂપિયા દોઢ કરોડની એસેટ્‌સ હોવી જોઇએ અને કંપની પોઝીટીવ નેટવર્થ ધરાવતી હોવી જોઇએ.
  • તેમણે લીસ્ટીંગના લાભો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ બાદ કંપની રપ ટકા શેર ડાયલુટ કરીને માર્કેટથી ઇકવીટી ફંડ મેળવી શકે છે.
  • જો કે, આ ફંડનો ઉપયોગ પ્રમોટર્સે ઉદ્યોગ–ધંધાના વિકાસ માટે કરવો જોઇએ.
  • દેશની દરેક વ્યકિત એમાં રોકાણ કરી શકે એવી પ્રમોટર્સની કંપનીની વિઝીબિલિટી અને ટ્રાન્સપરન્સી હોવી જોઇએ.

સુરતની કંપનીઓને એનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો

  • વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શેર્સ દેખાતા નથી પણ એ જ વેલ્યુએશન આપે છે.
  • આથી તેમણે સુરતની કંપનીઓને એનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
  • તેમણે કહયું હતું કે સુરતથી દર વર્ષે ર૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર જોડાઇ શકે છે.
  • આગામી પાંચ વર્ષમાં જો સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ લીસ્ટીંગ થશે તો રૂપિયા પ૦ હજાર કરોડની વેલ્યુ ક્રિએટ થઇ શકશે.
  • મિલન પરીખે જણાવ્યું હતું કે, આઇપીઓ લાવવું થોડું અઘરું છે પણ અશકય નથી. એના માટે કંપનીનું નેટવર્થ પ્રોપર હોવું જોઇએ.
  • કંપનીએ ઇન્કમ ટેક્ષ વ્યવસ્થિત રીતે ભરવો પડશે.
  • આઇપીઓ માટે કંપનીએ બ્રાન્ડીંગ પર ધ્યાન આપવું પડશે. સાથે જ વ્યવસ્થિત રજૂઆત કરવી પડશે.

તમે આ વાંચી શકો છો-

Tata Technologies:IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો

તમે આ વાંચી શકો છો-

Darwinbox IPO : ડાર્વિનબોક્સ લાવી શકે છે IPO, જાણો કંપનીની યોજના અને ક્યારે મળશે કમાણીની તક

SHARE

Related stories

Latest stories