HomeBusinessInterview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

Date:

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત કરી

દેશ માટે અત્યંત જરૂરી અને ઉપયોગી મિશન ૮૪ પ્રોજેકટને લઇને આગળ વધો અમે તમારી સાથે છીએ તેમ કહીને બ્રહમવિહારી સ્વામીજીએ સુરતના ઉદ્યોગકારોને દુબઇ અને વિશ્વના વેપારીઓ સાથે જોડવા મદદ કરવાની તૈયારી દર્શાવી : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, બિઝનેસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા આપતી કંપનીઓ, માર્ગદર્શન આપતી સંસ્થાઓ અને વેપારી એસોસીએશનોની મુલાકાતાર્થે દુબઇ પ્રવાસે છે. દરમ્યાન શુક્રવાર, તા. ૧લી ડિસેમ્બર, ર૦ર૩ના રોજ ચેમ્બર પ્રમુખે દુબઇ ખાતે BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત કરી હતી.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એ એક સામાજિક–આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે. વિશ્વવ્યાપી નેટવર્ક ધરાવતી આ સંસ્થાના સાર્વત્રિક કાર્ય કેન્દ્રોને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પ્રાપ્ત થયું છે. અનેક દેશોમાં આ સંસ્થાના હજારો મંદિરો છે. દુબઇમાં અબુ ધાબી ખાતે સ્વામી નારાયણ મંદિર બની રહયું છે, જેનું ખાતમૂહુર્ત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૧ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ કર્યું હતું. આ મંદિર તૈયાર કરવાની જવાબદારી જેમના શીરે છે એવા બ્રહમવિહારી સ્વામીજી સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ મુલાકાત કરી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે ઘણા ઉદ્યોગકારો જોડાયેલા છે અને આ બિઝનેસ સમુહો દુબઇમાં પણ કાર્યરત છે, આથી આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સમક્ષ તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને આ સંસ્થા સાથે જોડાયેલા દુબઇ અને વિશ્વના અન્ય દેશોના બિઝનેસમેનોને મિશન ૮૪ના ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા માટે અનુરોધ કર્યો હતો. ભારતથી એક્ષ્પોર્ટ વધે તે માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને દુબઇના વેપારીઓની સાથે જોડવા માટે તેમજ તેઓને આંતરરાષ્ટ્રીય વ્યાપારની તકો આપવા ચેમ્બર પ્રમુખે સ્વામીજીને વિનંતી કરી હતી.

બ્રહમવિહારી સ્વામીજી ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે બાપ્સ સંસ્થા સાથે જોડાયેલા દુબઇ તથા વિશ્વના અન્ય દેશોના બિઝનેસમેનોને આ મહત્વાકાંક્ષી પ્રોજેકટના ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલની સાથે ઓનબોર્ડ કરવા માટેની ખાતરી આપી હતી. સાથે જ સુરતના ઉદ્યોગકારો દુબઇ તથા વિશ્વના અન્ય વેપારીઓની સાથે સીધા સંપર્કમાં આવી શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બિઝનેસ કરી શકે તે માટે પણ પ્રયાસો કરવાની તૈયારી દર્શાવી હતી.

બ્રહમવિહારી સ્વામીજીએ ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ ભારત દેશની ઇકોનોમીને વધુ મજબુત કરવા માટે જેટલો મહત્વનો છે તેટલું જ તેનું કાર્ય અઘરુ પણ છે, આથી તેમણે ચેમ્બર પ્રમુખને આ પ્રોજેકટની સફળતા હેતુ 3 T એટલે કે ટ્રુથ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી સાથે કામ કરવાની સલાહ આપી હતી.

વધુમાં સ્વામીજીએ કહયું હતું કે, મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ઘણી મુશ્કેલીઓ આવશે પણ મકકમતાથી બધાને સાથે લઇને ચાલશો અને હિંમત હાર્યા વગર કામ કરશો તો કામ થઇ જશે. દેશ માટે અત્યંત જરૂરી અને ઉપયોગી આઇડિયાને લઇને આગળ વધો અમે તમારી સાથે છીએ તેમ કહીને તેમણે ચેમ્બરના હોદ્દેદારોને પ્રોત્સાહન આપી જરૂરી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

SHARE

Related stories

Latest stories