HomeBusiness'International Year of Millets-2023'/'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩'/INDIA NEWS GUJARAT

‘International Year of Millets-2023’/’ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’/INDIA NEWS GUJARAT

Date:

‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ અંગે તાલુકાકક્ષાનો જાગૃતિ સેમિનાર અને કૃષિ મેળાને ખુલ્લો મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ

પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ

મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર ભારતમાં ગુજરાતમાં તાલુકાકક્ષાએ મિલેટ્સની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે જિલ્લા ખેતીવાડી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના બગુમરા ગામે તાલુકાકક્ષાનો ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તથા કૃષિ મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે ખુલ્લો મુકયો હતો. પલસાણા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન યોજાયુ હતું.


આ પ્રસંગે રેવા સાંસ્કૃતિક ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું હતું કે, આપણા વડીલો મિલેટ્સ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા જેથી તેઓ આજે પણ તંદુરસ્ત છે. બાજરી, જુવાર, જવ, રાગી જેવા આપણા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેન્સર જેવા અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યું છે જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી. શ્રી અન્નએ લોકલ પ્રાકૃતિક પાક છે જે ઓછા પાણી સામે તેમજ બદલતા જળવાયું સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે એટલે શ્રી અન્નની ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.


મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે.એચ. રાઠોડે રાસાયણિક ખેતીનો વિવેકપુર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. કોઈ પણ ખેડુતોએ આધુનિક ખેતી પધ્ધતિની તાલીમ લેવા પોતાનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. મિલેટ્સ પાકોનો ખોરાકમાં ઉપયોગ કરવાની હિમાયત તેમણે કરી હતી.


આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આંતર રાષ્ટ્રીય મિલેટ્સની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા હલકા ધાન્ય પૌષ્ટિકથી ભરપુર છે. નવી પેઢી મિલેટ્સને ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.


પલસાણા તાલુકાના અંભેટી ગામના પ્રાકૃતિક ખેતી કરતા કમલેશભાઈએ ખેતીપાકોમાં વ્હાઈટ ફલાયના ઉપદ્રવને અટકાવવા માટે ઉપાય વિશે જણાવ્યું કે, ૨૦૦ લિટરના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની ૨૦ કિલો માટી ભેળવવી. તેમાં બે દિવસનું ગોળનું પાણી ભેળવી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રણ કરવું. ૨૪ કલાક બાદ છંટકાવ કરવાથી ખુબ સારુ પરિણામ મળતુ હોવાનું જણાવ્યું હતું.


આ કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ઉત્પાદનો, અંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓ, ખેતીવાડી તથા બાગાયતના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.


આ અવસરે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવનાબેન તલાવીયા, કારોબારી અધ્યક્ષ દિવ્યાબેન દેસાઈ, શાસક પક્ષના નેતા દેવેન્દ્રભાઈ, અગ્રણી રમેશમાઈ, મુકેશભાઈ, વાસુદેવ પાટીલ, ચંદ્રકાંતભાઈ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories