HomeBusiness"International Year of Millets-2023"/'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩'/India News Gujarat

“International Year of Millets-2023″/’ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’/India News Gujarat

Date:

‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’

સુરત જિલ્લાના મહુવા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ અંગે તાલુકાકક્ષાનો જાગૃતિ સેમિનાર અને કૃષિ મેળાને ખુલ્લો મુકતા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા

પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરતા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા

રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો અનુરોધ રાજયના ખેતી નિયામક એસ.જે. સોલંકી

મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર ભારતમાં ગુજરાતમાં ઓકટોબર મહિનામાં તાલુકાકક્ષાએ મિલેટ્સની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લામાં પ્રથમ મહુવા તાલુકા મથકે તાલુકાકક્ષાનો ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તેમજ કૃષિ મેળો યોજાયો હતો. મહુવા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન માટે પણ યોજાયુ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી જેવા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે. જેથી મિલેટ્સ પાકોના વાવેતરની સાથે પૌષ્ટિક તત્વોથી ભરપુર એવા પાકોનું સેવન કરવાનો અનુરોધ કર્યો હતો. પારિવારિક ઝગડાઓનો ત્યાગ કરી ડ્રીપ ઇરિગેશન યોજના અપનાવીને ૨૪ કલાક વીજળીનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું.
રાજયના ખેતી નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યું કે, શેરડી અને ડાંગર જેવા પાકોમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ધટી છે જેથી ખેડૂતોએ પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધશે તેટલી જમીનની ફળદ્રુપતા વધશે. શેરડીના પાકોમાં આંતરપાકો લઈને પુરક આવક મેળવવાની હિમાયત તેમણે કરી હતી. આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઉજવણી અંતર્ગત ખેડુતોને ‘શ્રી અન્ન’ પાકોનુ વાવેતર કરવાનુ આહ્રવાન તેમણે કર્યુ હતું.
સુરત વિભાગના સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) કે.વી.પટેલે જણાવ્યું હતું કે , સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને દૈનિક આહારમાં સ્થાન આપવાનો અનુરોધ કર્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા ૭૦થી વધુ યોજનાઓના લાભો આપવામાં આવતા હોવાની વિગતો તેમણે આપી હતી.
સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાંગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે.
જુવારના વિશેના ફાયદાઓ વિશે દાવડાએ જણાવ્યું કે, મોટાપા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિવારવામાં જુવાર ઉપયોગી છે. જુવારનો પાક કોઈપણ જમીનમાં કોઈ પણ પરિસ્થિતિમાં થતો પાક છે. ડાંગરના ચારામાં બે ટકા પોષક તત્વોની સામે જુવારના ચારામાં આઠ ટકા પોષકતત્વો રહેલા છે. જેથી પશુઓની તંદુરસ્તીની સાથે દુધની ક્ષમતામાં વધારો થાય છે. જુવારની સુધારેલી જાતોનું વાવેતર કરીને વધુ આવક પણ મેળવી શકાય છે.
મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ. જે.એચ. રાઠોડે શેરડીના પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિસ્તૃત વિગતો આપી હતી.
આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે સ્વાગત પ્રવચન કી મિલેટ્સથી થતા ફાયદા અને તેના મહત્વની જાણકારી આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ, ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર, રીટાબેન પટેલ, સંગીતાબેન આહિર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત, અગ્રણી હિતેન્દભાઈ પટેલ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories