HomeBusinessIndustrial Visit To Steam House/ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સચિન જીઆઇડીસી ખાતે...

Industrial Visit To Steam House/ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સચિન જીઆઇડીસી ખાતે આવેલા સ્ટીમ હાઉસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સચિન જીઆઇડીસી ખાતે આવેલા સ્ટીમ હાઉસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરના નેજા હેઠળ ગૃપ ચેરમેન સંજીવ ગાંધી સહિત ૩૦થી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે સોમવાર, તા. ૩૧ જુલાઇ ર૦ર૩ના રોજ સચિન જીઆઇડીસી ખાતે આવેલા સ્ટીમ હાઉસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. આ સ્ટીમ હાઉસને કારણે ઇન્ડસ્ટ્રીને થતા લાભો વિષેની વિસ્તૃત જાણકારી ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેળવી હતી.

સ્ટીમ હાઉસના વિશાલ બુધિયા દ્વારા ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિનિધિ મંડળની સાથે કરવામાં આવેલી મિટીંગમાં ખુશી બુધિયા દ્વારા સ્ટીમ હાઉસ વિષે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્લાન્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી, આથી આ તબકકે ચેમ્બર દ્વારા ખુશી બુધિયાનો આભાર પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે સ્ટીમ હાઉસ યુનિટના તમામ વિભાગોની મુલાકાત લઇ વરાળ બનાવવાની તમામ પ્રક્રિયાનો અભ્યાસ કરી તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ યુનિટો તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીના એકમોમાં વરાળની જરૂરિયાત પડતી હોવાથી તેઓને ફેકટરીમાં જ અલગથી બોઇલર પ્લાન્ટ નાંખવો પડે છે, પરંતુ હવે સ્ટીમ હાઉસને કારણે પ્રોસેસિંગ યુનિટો તેમજ કેમિકલના એકમોને બોઇલર પ્લાન્ટ નાંખવાની જરૂરિયાત રહી નથી અને એ જગ્યાનો તેઓ અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકે છે. ઉદ્યોગકારોને ઉત્પાદન માટે તેમજ ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે જે વરાળની જરૂરિયાત ઉદ્‌ભવે છે એવા પ૦થી વધુ યુનિટો તેમજ એકમોની વરાળની જરૂરિયાતને આ સ્ટીમ હાઉસ પૂરી પાડે છે.

SHARE

Related stories

Latest stories