Indusind Bankની ચેતવણી ED તપાસમાં દોષિત તમામ કર્મચારીઓ સામે લેવાશે પગલાં-India News Gujarat
- Indusind Bank કહ્યું કે જો ઈડીની તપાસ દરમિયાન તેનો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે (IndusInd Bank) બુધવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED- Enforcement Directorate) ની તપાસ દરમિયાન જો તેનો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- બેંકે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે આ મામલો ચેન્નાઈમાં EDની પ્રાદેશિક કચેરીની તપાસ સાથે સંબંધિત છે.
- હકીકતમાં, 2011 અને 2014 વચ્ચે થયેલા આયાત સોદા માટે વિદેશમાં મોકલવામાં આવેલી કેટલીક કથિત અનિયમિતતાઓ તપાસ હેઠળ છે.
મીડિયા રિપોર્ટ્સ બાદ ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 3.42 ટકાનો ઘટાડો થયો હતો
- આ જૂના મામલામાં કેટલાક મીડિયા રિપોર્ટ્સ બાદ બેંકે આ સ્પષ્ટતા આપી છે.
- આ સમાચાર આવ્યા પછી, BSE (Bombay Stock Exchange)માં IndusInd Bankનો શેર 3.42 ટકા સુધી ગગડી ગયો.
- ઇન્ડસઇન્ડ બેન્કે જણાવ્યું હતું કે તેણે આ સમયગાળા દરમિયાન તેના સ્તરે અનેક શંકાસ્પદ વ્યવહારો અંગે નિયમનકારી અધિકારીઓને જાણ કરી હતી.
વર્ષ 2015માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઇન્ડસઇન્ડ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો.
- ઇન્ડસઇન્ડ બેંકે કહ્યું કે, વર્ષ 2015માં બેંકે કેટલીક કંપનીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
- ઓક્ટોબર 2015માં આ બાબતની સમીક્ષા કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક પર દંડ પણ લગાવ્યો હતો.
- તેની માહિતી 28 જુલાઈ 2016ના રોજ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવી હતી.
કેટલીક કંપનીઓ ઉપરાંત બેંકના કર્મચારીઓના નામ પણ FIRમાં સામેલ છે.
- 9 જુલાઈ, 2022 ના રોજ, EDએ આ જૂના કેસમાં ચેન્નાઈના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે, જેમાં કેટલીક કંપનીઓ સિવાય ઇન્ડસઇન્ડ બેંકના કેટલાક કર્મચારીઓના નામ પણ સામેલ છે.
- બેંકે કહ્યું કે આમાંના મોટાભાગના કર્મચારીઓ હવે તેનો ભાગ નથી.
- આ સાથે બેંકે કહ્યું કે, જો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- જણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંક હિન્દુજા ગ્રુપની કંપની છે.
- ઇન્ડસઇન્ડ બેંકનું મુખ્ય મથક મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલું છે. બેંકના વર્તમાન CEO સુમંત કઠપાલિયા છે.
- બેંકે વર્ષ 2020માં સુમંત કઠપાલિયાને ઈન્ડસઈન્ડ બેંકના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો-
Vivo ED: ટેક્સ ચોરી માટે ચીન મોકલ્યા 63 હજાર કરોડ રૂપિયા
તમે આ પણ વાંચી શકો છો-
EDએ ચીનની મોબાઈલ કંપની સાથે જોડાયેલા 44 સ્થળો પર દરોડા પાડ્યા