HomeAutomobilesIndian Railways Rules: ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય...

Indian Railways Rules: ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે?-India News Gujarat

Date:

Indian Railways Rules : ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે?-India News Gujarat

  • Indian Railways Rules: રેલ્વેના નિયમો અનુસાર, જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય તો આ સ્થિતિમાં જો તમારે ટ્રેન દ્વારા ક્યાંક જવું હોય તો તમે જ્યાંથી મુસાફરી કરવા માંગો છો તે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો.
  • આનો ફાયદો એ થશે કે તમે ટ્રેનમાં હાજર TT પાસેથી બનાવેલી ટિકિટ મેળવી શકશો.
  • જયારે આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરીએ ત્યારે  સૌથી પહેલા આપણે ટ્રેનની ટિકિટ લેવી પડે છે.
  • ટ્રેનમાં બેસવાનું તો ઠીકપણ જો તમારે રેલવે સ્ટેશન પર જવું હોય તો પણ તમારે ત્યારે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે.
  • આજે અમે તમને રેલવેના એક અદ્ભુત નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળી તમે આનંદ સાથે આશ્ચર્યચકિત થઇ જશો.
  • આ કારણે તમારો સમય પણ બચી શકે છે અને તમે કોઈપણ પ્રકારની મુશ્કેલીથી સરળતાથી મુસાફરી કરી શકો છો.

રેલવેના નિર્ધારિત નિયમો મુજબ

  • અમે વાત કરી રહ્યા છીએ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની!!! જોકે આમ કરતાં પહેલાં રેલવેના નિયમની જાણકારી હોવી જરુરી છે અન્યથા મફત મુસાફરીના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે.
  • જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે તેના માટે પાસ, જનરલ ટિકિટ કે રિઝર્વેશન ટિકિટ જરૂરી હોય છે.
  • કારણ કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે TT તમારી ટિકિટ ચેક કરે છે.
  • જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા જોવા માળો તો તમારે દંડ ભરવો પડશે.
  • દંડ રેલવેના નિર્ધારિત નિયમો મુજબ છે.
  • કેટલાક કિસ્સાઓમાં ધરપકડ પણ થઇ શકે છે.

પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો

  • બીજી તરફ રેલ્વેના નિયમો અનુસાર, જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય તો આ સ્થિતિમાં જો તમારે ટ્રેન દ્વારા ક્યાંક જવું હોય તો તમે જ્યાંથી મુસાફરી કરવા માંગો છો તે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો.
  • આનો ફાયદો એ થશે કે તમે ટ્રેનમાં હાજર TT પાસેથી બનાવેલી ટિકિટ મેળવી શકશો.
  • હા, તમે ટ્રેનની અંદર જ ટિકિટ મેળવી શકો છો.

તરત જ TT નો સંપર્ક કરો

  • આ નિયમ રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે.
  • આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TT નો સંપર્ક કરવો પડશે. આ પછી તમે જ્યાંથી ઉતરવા માંગો છો તે સ્ટેશન પર TT ટિકિટ બનાવે છે
  • આવી સ્થિતિમાં તમે તમારી મુસાફરી સરળતાથી કરી શકો છો અને રેલવેને કોઈ નુકસાન નહીં થાય અને તમને કોઈપણ ટ્રેનમાં ચેકિંગ વગેરેના જોખમનો સામનો કરવો નહીં પડે.
  • આ વિકલ્પનો મોટેભાગે ઇમરજન્સી જેવા સંજોગોમાં જ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો : 

Indian Railways: ચાર્ટ તૈયાર કર્યા પછી પણ તમે કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો, જાણો તેના નિયમો

આ પણ વાંચો : 

Railways Canceled 1934 Trains ,જાણો કેમ રેલવેએ લીધો આટલો મોટો નિર્ણય?

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories