HomeAutomobiles'Inauguration of 'Vibrant Textile Expo- 2013'/દુબઇ ખાતે ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નો શુભારંભ/INDIA...

‘Inauguration of ‘Vibrant Textile Expo- 2013’/દુબઇ ખાતે ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નો શુભારંભ/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને માનદ્‌ મંત્રીની હાજરીમાં દુબઇ ખાતે ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નો શુભારંભ

સુરતના ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે પોતાની પ્રોડકટને ડિસ્પ્લે કરવાની તેમજ સ્થાનિક બાયર્સ સાથે સીધો સંપર્ક સાધવાની વિશાળ તક મળી છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ફેડરેશન ઓફ ગુજરાત વિવર વેલ્ફેર એસોસીએશન (ફોગવા)ના ઉપક્રમે દુબઇમાં શારજાહ એક્ષ્પો સેન્ટર ખાતે તા. ર૮થી ૩૦ નવેમ્બર, ર૦ર૩ દરમ્યાન ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીની હાજરીમાં આ એક્ષ્પોનો શુભારંભ થયો છે. એકઝીબીશનમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ફેબ્રિકસ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે વર્ષ પહેલા દુબઇ ખાતે એકઝીબીશન યોજાયું હતું, જેમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને દુબઇના સ્થાનિક બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. દરમ્યાન સુરતના ફેડરેશન ઓફ ગુજરાત વિવર વેલ્ફેર એસોસીએશન (ફોગવા) દ્વારા દુબઇ ખાતે ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’ યોજાયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દુબઇ ખાતે ફોગવા દ્વારા યોજાયેલા ઉપરોકત એકઝીબીશનને પગલે સુરતના ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે પોતાની પ્રોડકટને ડિસ્પ્લે કરવાની તેમજ દુબઇના સ્થાનિક બાયર્સ સાથે સીધો સંપર્ક સાધવાની વિશાળ તક મળી છે, આથી દુબઇ ખાતે વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પોના આયોજન માટે તેમણે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

ફોગવા દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નો ઉદ્‌ઘાટન સમારોહ તા. ર૮ નવેમ્બર ર૦ર૩ના રોજ યોજાયો હતો, જેનું ઉદ્‌ઘાટન શારજાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેકન્ડ વાઇસ ચેરમેન હીઝ એકસીલન્સ વાલીદ અબ્દુલ રહમાન બુખાતિરના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદ્‌ઘાટન સમારોહમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી ઉપરાંત શારજાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર જનરલ હીઝ એકસીલન્સ મોહંમદ અહમદ અમિન અલ અવાદી, સેલ્સ એન્ડ માર્કેટીંગના ડાયરેકટર સુલતાન શતાફ, બોર્ડ ઓફ ડિરેકટર્સ, બોર્ડ મેમ્બર્સ અને સરકારી અધિકારીઓ તથા દુબઇના કાઉન્સીલર બિજેન્દર સિંઘ, ટેકસમાસના પ્રમુખ જગદીશ અમરનાની, દુબઇના રિગલ ગૃપના વાસુ શ્રોફ અને દુબઇના નારોલા ગૃપના બ્રિજેશ નારોલા ઉપસ્થિત રહયા હતા.

SHARE

Related stories

Latest stories