HomeBusinessInauguration Of Police Station/ભેસ્તાન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી/INDIA NEWS...

Inauguration Of Police Station/ભેસ્તાન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી/INDIA NEWS GUJARAT

Date:

ભેસ્તાન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

◆ સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં ૭માં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું:
◆ સુરતના વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર અસામાજિક તત્વો અને કાયદાના માધ્યમથી પાઠ ભણાવવામાં આવશે -: ગૃહરાજ્યમંત્રી

કાયદો વ્યવસ્થાની જાળવણી, નાગરિકોની સલામતી પોલીસ માટે સર્વોચ્ચ પ્રાથમિકતાની બાબત: પોલીસ કમિશનર અજયકુમાર તોમર

અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સુરતનું ૩૭મું ભેસ્તાન પોલીસ સ્ટેશન

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘સુરક્ષા’ પુસ્તકનું વિમોચન

સચીન તથા સચીન GIDC તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનથી વિભાજીત થઈ સુરતના ભેસ્તાન ખાતે નવનિર્મિત અદ્યતન સુવિધાથી સજ્જ સુરતના ૩૭માં ભેસ્તાન પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘સુરક્ષા’ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના નાગરિકોના નાના મોટા પ્રશ્નો, ફરિયાદોના નિરાકરણ હવેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનથી ઉપલબ્ધ બનશે. સુરત પોલીસની ટીમ આ વિસ્તારના નાગરિકોને સુરક્ષા અને સલામતી આપવા પ્રતિબદ્ધ છે, ત્યારે સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન સુધી આવે ત્યારે તેમની સાથે આદર સન્માનની ભાવના સાથે બનતી મદદ કરવા પોલીસ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.


સુરત શહેરમાં ગત વર્ષ કરતા લૂંટફાટ, મર્ડરના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ જણાવતા મંત્રીએ કહ્યું કે, સુરત પોલીસ અને સરકારી વકીલોની ટીમ સાથે મળીને ટીમવર્ક દ્વારા પીડિત આમ નાગરિકોને ન્યાય અપાવવામાં અગ્રેસર રહી છે. તારીખ પે તારીખ નહીં પણ ગણતરીના સમયમાં આરોપીને સજા અપાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે.


વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં ૭માં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. નવા પોલીસ સ્ટેશનોમાં તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ આપવામાં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ફરિયાદીઓને સંપૂર્ણ અને ઝડપથી ન્યાય મળે તે દિશામાં આગળ ગુજરાત પોલીસ આગળ વધી રહ્યી છે. સુરતના વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર અસામાજિક તત્વો અને કાયદાના માધ્યમથી પાઠ ભણાવવામાં આવશે એમ જણાવી ગૃહમંત્રીએ જનસુરક્ષાની તત્પરતા દર્શાવી હતી.


પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેરના ૩૭માં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સૂચવે છે કે સુરત શહેરનો આર્થિક વિકાસ વધી રહ્યો છે, વસ્તીમાં પણ વધારો થતાં લોકોની સુરક્ષાની અમારી જવાબદારી પણ વધી છે. સુરત શહેર ૮૦ લાખથી વધુની વસ્તી ધરાવતું ભારતમાં આઠમાં નંબરનું અને દુનિયામાં ૪૬મા નંબરનું સૌથી મોટું શહેર બન્યું છે. કાયદો વ્યવસ્થાની જાળવણી, નાગરિકોની સલામતી પોલીસ માટે સર્વોચ્ચ પ્રાથમિકતાની બાબત છે. સુરત શહેર પોલીસ દ્વારા હત્યા, લૂટ, દૂષ્કર્મના ૧૦૦ ટકા ગુનાઓ ડિટેક્ટ કરી રહી છે.


સુરત શહેર એ ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર ગણાય છે. ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનનું વિભાજન થતા સચીન તથા સચીન GIDC તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનનોમાંથી અંદાજીત ૩૫-૩૫ ટકા જેટલું કામગીરીનું ભારણ ઘટશે. જેથી આ વિસ્તારના લોકોને ખૂબ જ ઝડપી કાયદાકીય અને પોલીસ મદદ મળી શક્શે.


આ પ્રસંગે ધારાસભ્ય સર્વ મનુભાઈ પટેલ, સંદિપભાઇ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઈ ઘોઘારી, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ વબાંગ જમીર, અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ કે.એન.ડામોર, અધિક પોલીસ કમિશ્નર ટ્રાફીક શાખા એચ.આર.ચૌધરી, જે.સી.પી. ક્રાઈમ શાખા શરદ સિંઘલ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.એમ.ગઢવી સહિત સામાજિક, અગ્રણીઓ, ઉદ્યોગપતિ, પોલીસ સ્ટાફ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories