ભરૂચ ખાતે કલેકટર બંગ્લોઝ તેમજ ડી.એસ.પી ના પાછળ જ ગેરકાયદેસર માટી ખનન..!
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુન્દરવન કલેકટર બંગ્લોઝ તેમજ ડી.એસ.પી પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહિ તો શું છે?
છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુન્દરવન કલેકટર તેમજ ડી.એસ.પી બંગ્લોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઉભા થાય તે તો વાજબી જ કહી શકાય ને ?
તેમજ આ અગાઉ પણ ભરૂચ માં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયાં છે.જેના કારણે ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફિટકાર નો સામનો પણ કરવો પડેલ છે.
ત્યારે સુન્દરવન કલેકટર તેમજ ડી.એસ.પી બંગ્લોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક તેમજ સામાજીક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિક એ ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી, ચાર હાઇવા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે, ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણ સુધ્ધા ન હતી? આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહિ તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત ?
માટી એ કુદરતી સંપત્તિ છે.તેનો ઉપયોગ કરવા માટે ભરૂચ ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે. અને રોયલ્ટી ભરવાની હોય છે. પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઇવા ટ્રક ભરીને માટીને સગેવગે કરી દેવામાં આવે છે.
સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર ની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ? ભરૂચ ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન એ થાય છે કે અઘિકારીઓ અને ભૂમાફિયા ઓ નિ સાંઠ ગાંઠ હેઠળ જ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ?
સુન્દરવન કલેકટર તેમજ ડી એસ.પી બંગ્લોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક ભરત મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિક એ ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું.
સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર ની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ? ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન એ થાય છે કે અઘિકારીઓ અને ભૂમાફિયા ઓ નિ સાંઠ ગાંઠ હેઠળ જ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ?
સુન્દરવન કલેકટર તેમજ ડી.એસ.પી બંગ્લોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઉભા થાય તે તો વાજબી જ કહી શકાય ને ?