Gujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ લડશે ક્યાંથી ચૂંટણી-India News Gujarat
- Gujarat Election: તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો (Gujarat Assembly Election) જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે.
- તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે.
- જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે.
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ખૂબ જ નજીકમાં છે.
- તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે.
- જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે. તો કેટલાક પક્ષ હજુ પણ ઉમેદવાર પસંદગીના કામમાં જોતરાયેલા છે.
- તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ની વાત કરીએ તો તેણે સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) મળી કુલ પાંચ બેઠક માટે નામો જાહેર કર્યા છે.
વધુ બે નામોની કરાઇ જાહેરાત
- 16 ઓક્ટોબરના રોજ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
- અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.
- ઓવૈસીએ રવિવારે અમદાવાદના બાપુનગરથી શાહનવાઝ ખાન પઠાણ અને સુરતના લિંબાયતમાંથી અબ્દુલ બશીર શેખને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
- અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતુ કે AIMIM ગુજરાતના લોકોને મજબૂત અને સ્વતંત્ર રાજકીય અવાજ આપશે.
આ પહેલા ત્રણ બેઠકના નામ જાહેર કરાયા હતા
- મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આ પહેલા પણ ત્રણ બેઠક પર નામ જાહેર કરેલા છે.
- AIMIM પાર્ટીએ તેના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાને અમદાવાદના જમાલપુર-ખાડિયાથી, દલિત ચહેરા કૌશિકા પરમારને દાણીલીમડા (અનામત) બેઠક પરથી અને વસીમ કુરેશીને સુરત-પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની બેઠક
- બીજી તરફ ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળશે.
- 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળવાની છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે.
- સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.
આમ આદમી પાર્ટીએ 41 નામ જાહેર કર્યા
- તો આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની પાંચમી યાદી પણ જાહેર કરવામાં આવી છે.
- સુરત, અમદાવાદ, (Ahmedabad) ભૂજ, ઇડર, ટંકારા સહિતની કેટલીક બેઠક માટેના નામ જાહેર કરવામાં આવ્યા છે.
- આમઆદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
- આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી હતી.
ભાજપ દ્વારા બેઠકોનો દોર
- તો ભાજપ દ્વારા પણ ઉમેદવાર પસંદગીની કામગીરી ચાલી રહી છે. જે માટે એક પછી એક બેઠક મળી રહી છે.
- એક દિવસ પહેલા જ દિલ્લીમાં PM (PM Narendra modi) આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી.
- જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
- સાડા ત્રણ કલાક વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચી શકો :
Elections 2022 : ઘર બેઠા મોબાઇલમાં જ જુઓ દરેક ઉમેદવારની ‘કુંડળી’, મળશે તમામ માહિતી
આ પણ વાંચી શકો :
Future of AAP in Gujarat Election: શું ગુજરાતમાં આપની સાવરણી કરી શકશે ભાજપના સૂપડાં સાફ?