HomeBusinessGujarat Development: જગતમાં ગુજરાતનો કરાવશે જય જયકાર, 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ...

Gujarat Development: જગતમાં ગુજરાતનો કરાવશે જય જયકાર, 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા – INDIA NEWS GUJARAT

Date:

Gujarat Development: ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત સમય દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, સુરતના હીરા અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન જગતમાં ગુજરાતનો કરાવશે જય જયકાર કરાવશે’.

વિકાસના ઉત્સવમાં સામેલ થયો છું : મોદી

દક્ષિણ ગુજરાતનાં નવસારી વાસી બોરશી ખાતે આગામી સમયમાં સાકાર થનારા પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે હાજર જનમેદની ને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા ? એમ પૂછી હળવી શૈલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોના દર્શન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ મહેસાણાના વાળીનાથ મંદિરમાં શિવલિંગના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની તક મળી. હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું.

મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું, નવસારીમાં હીરા જ ચમકતા હોય તેમ લાગે છે. ગુજરાતમાં 40,000 કરોડથી વધુના વિકાસ કામો માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજકાલ સમગ્ર દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સંસદમાં પણ તે ચર્ચા છે. ગલી મહોલ્લામાં પણ તેની જ ચર્ચા છે. અને તે ચર્ચા છે મોદીની ગેરન્ટી. દેશના બાળકો પણ કહે છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે. ગુજરાતના લોકો તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરન્ટી એટલે કામ પુરું થવાની ગેરન્ટી.

Gujarat Development: સુરતના હીરા અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન

મોદીએ વધુમાં કહ્યું કે, હું ગુજરાતમાં 5 એફની વાત કરતો હતો. મારું લક્ષ્ય હતું કે કાપડ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈન આપણી પાસે હોવી જોઈએ. આજે આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે આવી જ વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યાં છે. પીએમ મિત્ર પાર્ક તે જ અભિયાનનો ભાગ છે. નવસારીમાં જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ થયું છે તે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે દેશનો એવો પહેલો પાર્ક છે જેનાથી કાપડ ઉદ્યોગને બળ મળશે. કાપડની નિકાસમાં ભારતની ભાગીદારી વધશે. તમે કલ્પના કરી શકો છો કે સુરતનો હીરો અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન બજારમાં ગુજરાતની જય જયકાર કરાવશે.

3000 કરોડના રોકાણથી પાર્કનું નિર્માણ થશે: મોદી

અહીં જયારે પીએમ મિત્ર પાર્ક તૈયાર થશે ત્યારે આ આખાય વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે. આ પાર્કના નિર્માણમાં જ 3000 કરોડનું રોકાણ કરાશે. અહીં કાપડ ઉદ્યોગ સેક્ટરના તમામ કામો માટે વેલ્યુ ચેઈનનું ઈકો સિસ્ટમ બનશે. હજારો કારીગરોને રોજગારી મળશે. આ જ પાર્કમાં મજૂરો માટે આવાસ, લોજિસ્ટિક પાર્ક, વેરહાઉસિંગ, સ્વાસ્થ્ય સુવિધા, ટ્રેનિંગ અને સ્કીલ ડેવલપમેન્ટની સુવિધા પણ ઉપલ્બ્ધ કરાવશે. આ પાર્કના લીધે આસપાસના ગામોના યુવાનોને પણ રોજગારી મળશે.

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali Violence: NCSC એ રાષ્ટ્રપતિ મુર્મુને રિપોર્ટ સુપરત કર્યો, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: પ્રિયંકા ગાંધી ન્યાય યાત્રામાં કેમ ન ગયા? નાદુરસ્ત સ્વાસ્થ્ય અથવા ભાઈ-બહેનનો સંબંધ

SHARE

Related stories

Latest stories