HomeBusinessGST Collection in February : એક મહિનામાં GST Collection 8 હજાર કરોડ...

GST Collection in February : એક મહિનામાં GST Collection 8 હજાર કરોડ રૂપિયા ઘટ્યું-India News Gujarat

Date:

GST Collection in February : સરકારની આવકમાં ઘટાડો, એક મહિનામાં GST Collection 8 હજાર કરોડ રૂપિયા ઘટ્યું

  • GST Collection in February :નાણામંત્રાલયેએકનિવેદનમાંજણાવ્યુંકેફેબ્રુઆરી2023માંકુલGST કલેક્શન1,49,577 કરોડરૂપિયાહતું.
  • આમાંસેન્ટ્રલજીએસટી (CGST)રૂપિયા  27,662 કરોડછેજ્યારેરાજ્યજીએસટી (SGST) કલેક્શનરૂપિયા34,915 કરોડછે.
  • જાન્યુઆરી  મહિનાની સરખામણીએ સરકારના GST કલેક્શનમાં રૂપિયા 8 હજાર કરોડનો ઘટાડો થયો છે.
  • આ ઉપરાંત  ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં 12 ટકાનો વધારો થયો છે.
  • જો તમે આંકડાઓ પર નજર નાખો તો ફેબ્રુઆરીમાં GST કલેક્સન 12 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
  • ખાસ વાત એ છે કે આ 12મો મહિનો છે જ્યારે સરકારનું GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે.
  • નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર GST લાગુ થયા બાદ ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ 11,931 કરોડ રૂપિયાનું સરચાર્જ કલેક્શન થયું હતું.
  • જો કે, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1.57 લાખ કરોડથી વધુ હતું, જે ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન હતું.
  • એપ્રિલ 2022માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું જે પણ એક રેકોર્ડ છે.

GST Collection in February : કઈ વસ્તુ પર કેટલો ટેક્સ?

  • નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા હતું.
  • આમાં સેન્ટ્રલ જીએસટી (CGST)રૂપિયા  27,662 કરોડ છે જ્યારે રાજ્ય જીએસટી (SGST) કલેક્શન રૂપિયા 34,915 કરોડ છે.
  • તે જ સમયે ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના હેડ હેઠળ 75,069 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.
  • આ સિવાય 11,931 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે.

ફેબ્રુઆરી કલેક્શન કેમ ઓછું મળે છે?

  • ફેબ્રુઆરી 2023 મહિનાની આવક ફેબ્રુઆરી 2022ની GST આવક કરતાં 12 ટકા વધુ છે જે 1.33 લાખ કરોડ રૂપિયા હતી.
  • મંત્રાલયે કહ્યું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાથી આવકનું કલેક્શન પ્રમાણમાં ઓછું હોય છે.

નાણાપ્રધાનના અંદાજને હાંસલ કરાયો

  • નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી માટે નેટ GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો હતો
  • સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2022-23માં કુલ 8.54 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન એકત્ર કરવાનું છે.
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ વિવેક જોહરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે GST કલેક્શનમાં રૂ. 1.5 લાખ કરોડ નવી સીમા બની છે અને બોર્ડને વિશ્વાસ છે કે તે આવતા વર્ષમાં આ આંકડો પાર કરી જશે.

GST શું છે?

  • GSTનું ફુલફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે.  તેની માલની ખરીદી અથવા સેવાઓના ઉપયોગ માટે ચૂકવણી કરવામાં આવે છે.
  • અગાઉ અસ્તિત્વમાં રહેલા ઘણા પ્રકારના કર  જેવાકે એક્સાઈઝ ડ્યુટી, વેટ, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ વગેરેને દૂર કરીને તેમની જગ્યાએ એક જ ટેક્સ GST લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 

GST Update : સરકારે ધર્મને GST માંથી આપી છુટી, ધર્મશાળા પર નહીં ચુકવવો પડે GST ટેક્સ

આ પણ વાંચો : 

અંતિમ સંસ્કાર (Funeral) પર પણ સરકાર 18% GST વસૂલશે? આ વાયરલ મેસેજનું સત્ય છે

SHARE

Related stories

Latest stories