HomeAutomobilesGreen Flag For 40 New Buses/એસ.ટી.નિગમની અદ્યતન ૪૦ નવીન બસોને લીલી ઝંડી...

Green Flag For 40 New Buses/એસ.ટી.નિગમની અદ્યતન ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવી/India News Gujarat

Date:

સરથાણા ખાતે એસ.ટી.નિગમની અદ્યતન ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવી

બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી બસોના સામૈયા કરાયા

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી ૪૦ નવીન બસોનું વાહન વ્યવહાર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરથાણા શ્યામધામ મંદિર, સિંહ સર્કલ ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ૪૦ નવીન બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. (૨×૨)ની ૩૩ સીટની બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને આવન-જાવન માટે અનુકૂળતા પ્રાપ્ત થશે.

આ પ્રસંગે મંત્રી અને ધારાસભ્યો દ્વારા બસમાં મુસાફરી કરવામાં આવી હતી ત્યારે ગીતગૂંજન કાર્યક્રમ યોજીને હળવી પળો માણવાની કોસિસ મંત્રી અને ધારાસભ્યોએ કરી હતી,,,

” દિલ તો બચ્ચા હે જી ” મંત્રી અને ધારાસભ્યોની આ ગીતગૂંજન સફરમાં તમામ લોકો એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા અને ખુબજ ગમ્મત ભર્યા સામન્ય નાગરિકોની જેમ આ સફરનો આનદ લીધો હતો ત્યારે એક વાત નક્કી છે કે મંત્રી હોય કે સંત્રી પણ દરેક લોકો માં એક કલાકાર હોય છે અને એ કલાકાર કયારેક તો બહાર આવીજ જાય છે અને અહિયાં આવુજ કઈ જોવા મળી રહ્યું છે..


આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, કોર્પોરેટરો, એસ.ટી. નિગમના અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories