HomeBusinessGrand Store Launch/તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ...

Grand Store Launch/તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો/INDIA NEWS GUJARAT

Date:

તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

તનિષ્કનો સી જી રોડ, અમદાવાદ ખાતે નો ગ્રાન્ડ સ્ટોર

તનિષ્કે અમદાવાદ સી જી રોડ ખાતે તેના ગ્રાન્ડ સ્ટોરને ફરીથી લોન્ચ કરી ગુજરાતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી

તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી છે. આ સ્ટોરનું ગુજરાતમાં અમારા સૌથી આદરણીય તનિષ્ક બિઝનેસ પાર્ટનર્સ જતીન પારેખ, જયંતિ પટેલ અને ધર્મેશ મહેતા દ્વારા સવારે 11.30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના ભાગરૂપે બ્રાન્ડ લોભામણી ઓફર રજૂ કરી રહી છે જેમાં ગ્રાહકો દરેક જ્વેલરીની ખરીદી સાથે મફત સોનાના સિક્કા* મેળવી શકે છે. આ ઓફર 26થી 28 જાન્યુઆરી, 2024 સુધી માન્ય છે. આ સ્ટોર તનિષ્ક, સીજી રોડ, આઈએફસીઆઈ ભવન, લાલ બંગલા ચોક, અમદાવાદ, ગુજરાત ખાતે આવેલો છે.

18,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો સ્ટોર ઝગમગતા કલર સ્ટોન્સ, ઝળહળતા સોના, ચમકતા હીરા, ઉત્કૃષ્ટ પોલ્કી અને કિંમતી કુંદન જ્વેલરીની વિસ્તૃત પસંદગી રજૂ કરે છે. સ્ટોર ગર્વભેર તનિષ્કના એક્સક્લુઝિવ ફેસ્ટિવ કલેક્શન ‘ધરોહર’ રજૂ કરે છે જે વીતેલા યુગની વારસાગત કલાકૃતિઓથી પ્રેરણા મેળવે છે જે જૂના અને નવા વારસાનું પ્રતીક છે. આ ઉપરાંત સ્ટોર મોર્ડન, સમકાલિન અને હળવા વજનની જ્વેલરી કલેક્શન ‘સ્ટ્રીંગ ઈટ’ની શ્રેણી પણ ધરાવે છે. તે ‘સેલેસ્તે એક્સ સચિન તેંડુલકર સોલિટેર કલેક્શન’ પણ ધરાવે છે જેમાં રિંગ્સ, એરિંગ્સ અને બ્રેસલેટ સહિત પુરૂષો અને મહિલાઓ માટે બેનમૂન ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ સ્ટોરમાં ‘ઇમ્પ્રેશન ઓફ નેચર’ કલેક્શન છે જે પ્રકૃતિમાં સુમેળભરી પેટર્નનું પ્રતિબિંબ છે. નેકલેસથી લઈને ચોકર્સ સુધી, સ્ટડથી એરિંગ્સ સુધી, દરેક પીસ રંગીન રત્નો અને સોના સાથે ચોક્સાઇપૂર્વક તૈયાર કરેલો છે. સ્ટોરમાં રંગીન રત્નો સાથેના દુર્લભ અને કિંમતી હીરાનું ઉત્કૃષ્ટ કલેક્શન ‘ટેલ્સ ઓફ મિસ્ટીક’ છે જે રાજસ્થાનના મહેલો તથા શહેરોની સ્થાપત્ય સુંદરતાથી પ્રેરિત છે. સ્ટોરમાં એક્સક્લુઝિવ હાઇ-વેલ્યુ સ્ટડેડ ઝોન સાથે લગ્નસરાની ખરીદી કરતા ગ્રાહકો માટે સ્પેશિયલ ઝોન પણ છે અને તનિષ્કની પ્રતિબદ્ધ વેડિંગ જ્વેલરી સબ-બ્રાન્ડ રિવાહના બેનમૂન જ્વેલરી પીસ પણ છે. રિવાહ દેશભરની ભારતીય મહિલાઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને વેડિંગ શોપિંગ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવી છે. આ ઉપરાંત સ્ટોર અનેરી પ્રેરણા તથા ઉત્કૃષ્ટ કારીગરી સાથેની મિઆ બાય તનિષ્કની પ્લેન અને સ્ટડેડ જ્વેલરી ડિઝાઇનની વિશાળ રેન્જ પણ ધરાવે છે.

આ રિલોન્ચ અંગે ટાઇટન કંપની લિમિટેડના રિજનલ બિઝનેસ મેનેજર વિશાલ વ્યાસે જણાવ્યું હતું કે “અમે આજે અમદાવાદમાં અમારા ગ્રાન્ડ સ્ટોરને ફરીથી રજૂ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. તનિષ્ક ખાતે અમે જે પણ પગલાં લઈએ છીએ તે ગ્રાહક સંતોષથી પ્રેરિત છે. દેશની સૌથી પસંદગીની જ્વેલરી બ્રાન્ડ તરીકે અમારી સતત આકાંક્ષા અમારા ગ્રાહકો માટે પહોંચની અંદર રહેવાની છે. અમારો સ્ટોર ગોલ્ડ, ડાયમંડ, સોલિટેર્સ તથા બ્રાઇડલ કલેક્શનમાં વિવિધ પસંદગીઓ માટે જ્વેલરી ડિઝાઈનની ઉત્કૃષ્ટ શ્રેણી રજૂ કરે છે. ગુજરાત અને તેના લોકો તનિષ્કના સમૃદ્ધ ઇતિહાસનો અભિન્ન ભાગ છે અને અમે અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં અમારી વર્તમાન ફૂટપ્રિન્ટને વધારવા માટે આ નવી સફર શરૂ કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ ઉત્સાહ અનુભવીએ છીએ. અમને આશા છે કે અમદાવાદમાં અમારા ગ્રાહકો આ વિસ્તૃત સ્ટોરમાં અમે રચેલી અપ્રતિમ મુસાફરીને સ્વીકારશે અને તેનો આનંદ માણશે.”

SHARE

Related stories

Latest stories