ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ઘાના ડેલીગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ર૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે ઘાના ડેલીગેશનની સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘાનાના બિઝનેસ પ્રતિનિધિ ગુહ ટેડ્ડી સહિતના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શરૂ કરવામાં આવેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા પ્રયાસ કરવામાં આવી રહયો છે. સુરતના ઉદ્યોગકારો વિવિધ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરે છે ત્યારે ઘાના ખાતે પણ વિવિધ પ્રોડકટની માંગ મુજબ સુરતના ઉદ્યોગકારો પ્રોડકટનું એક્ષ્પોર્ટ કરી શકે તેમ છે. મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી વધુમાં વધુ એક્ષ્પોર્ટ થાય તે દિશામાં ઉદ્યોગ સાહસિકોની સાથે મળીને પ્રયાસ કરાઇ રહયો છે.
ઘાનાના એસ્પોક વેન્ચુર્સના બિઝનેસ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ ગુહ ટેડ્ડીએ જણાવ્યું હતું કે, આફ્રિકા વ્યાપાર અને રોકાણ માટે એક આશાવાદી દેશ છે. ઘાના, આફ્રિકા માર્કેટમાં પહોંચવા માટેનું એક પ્રવેશદ્વાર છે. ઘાના આઇસીટીમાં વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રી ધરાવાની સાથે જ મેન્યુફેકચરીંગ, ખાણકામ, ઊર્જા, એગ્રિકલ્ચર, ફાયન્સિયલ સર્વિસની સાથે ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘાના સમગ્ર વિશ્વમાં કોકો પાઉડરનું ઉત્પાદન કરવામાં બીજો ક્રમ ધરાવે છે. ઘાના, વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડનું પ્રોડયુસર છે. આની સાથે જ ઘાનામાં તેલ અને ટિમ્બરનું પણ ઉત્પાદન થાય છે. આ ઉપરાંત બોકસાઈટ, આયર્ન ઓર, મેંગેનીઝ, લિથિયમ, હીરા અને લાકડાના મોટા વેપારી થાપણોથી ઘાના સંપન્ન છે. ઘાના, મશિનરીની આયાત અને મેન્યુફેકચરીંગના સાધનોની આયાત પર કર મુક્તિ આપે છે, આથી તેમણે ઘાનામાં ડેવલપ થયેલી ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા માટે સુરતના ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ઘાના ડેલીગેશન સાથેની ઇન્ટરેકટીવ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ મિટીંગનું સમગ્ર સંચાલન ગૃપ ચેરમેન તેમજ મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ કર્યું હતું. કોમલ કુમાર શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી મિટીંગમાં ઉપસ્થિત રહયા હતા. ઉદ્યોગકારો અને ઘાના ડેલીગેશન વચ્ચે વિવિધ પ્રોડકટ વિષે વિસ્તૃત ચર્ચા થઇ હતી અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.
આ પણ વાંચો :
Fall armyworm: પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ ના નિયંત્રણ માટે ખેડૂતોને માર્ગદર્શન-India News Gujarat
https://gujarat.indianews.in/lifestyle/fall-armyworm/
આ પણ વાંચો :