HomeBusinessGandhidham: કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે...

Gandhidham: કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે કાર્યો સંવાદ – India News Gujarat

Date:

Gandhidham: કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ આજે ગાંધીધામ, કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ આજે ગાંધીધામ

ગાંધીધામ ખાતે આજે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિવિધ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો, ગાંધીધામ અને અંજારના ધારાસભ્યો પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલ પ્રધાન સમક્ષ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ માંડવીને રેલ કનેક્ટિવિટી મળે તે માટે માંડવીમાં અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ચેમ્બરના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ અને ખાસ કરીને રેલવે વિભાગમાં સતત વિકાસ થઈ રહ્યો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ક્ષેત્રે એક ક્રાંતિ જોવા મળી રહી છે, રેલવે પ્રધાનના નેતૃત્વમાં નવી ટેકનોલોજીની મદદથી રેલ્વે વિભાગ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.

વિનોદ ચાવડાએ મતદાન માટે કરી અપીલ

તેમજ 7મીએ મતદાન યોજાશે ત્યારે તમામ લોકોને અપીલ કરી હતી અને મતદાન દિવસને તહેવાર તરીકે ઉજવવા જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરીની પ્રસંશા કરી હતી તો વિનોદ ચાવડા પોતાના વિસ્તારના જે રીતે ઝડપથી કામ કરાવી શકે છે તેવા સાંસદ ઓછા છે અને વિનોદ ચાવડા જેવા સાંસદ બધાને મળે તેવું વાત કરી હતી.જે રીતે વિનોદ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રોમાં રેલવેના કામોને લઈને ફોલોઅપ લે છે તે રીતે ખૂબ સારું કામ તેઓ કરે છે.

સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિનની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની દશ વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી અગાઉની કોંગ્રેસ સરકાર સમયે દેશની આર્થિક સ્થિતિ અને અત્યારેની મોદીના નેતૃત્વ વાળી સરકારની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રેલ્વે પ્રધાન વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારતની આર્થિક સુદ્રઢતાને કોઈ અટકાવી શકશે નહીં અને વિશ્વની ત્રીજા નંબરની મહાસતા આગામી ત્રણ વર્ષમાં બનશે. કચ્છના રેલવે વિકાસ અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે કચ્છ મોરબી લોકસભા બેઠક વિસ્તારમાં 5 સ્ટેશન વર્લ્ડ ક્લાસ સ્તરના બનાવવામાં આવી રહ્યા છે જેમાં ન્યુ ભુજ, ગાંધીધામ, મોરબી, ભચાઉ અને સામખિયાળીમાં હાલમાં કુલ 563 કરોડના ખર્ચે નિર્માણ પામશે.

Gandhidham: ચેમ્બરે મેમોરેન્ડમ દ્વારા રજૂઆત કરી

પાલનપુર સામખિયાળી રેલવે માટે 2900 કરોડ તો ભુજ દેશલપર નલિયા બ્રોડગેજ જે 102 કિલોમીટરનું કામ છે જે 827 કરોડનું છે તે પણ હાલમાં ચાલી રહ્યું છે જેમાં ભુજથી દેશલપર સુધીનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે.તો 1600 કરોડના પ્રોજેક્ટમાં સામખિયાળી આદિપુર સુધી ફોર લેન પાટાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશભાઈ પુંજે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશમાં રેલવે ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે તેમાં કચ્છને પણ લાભ મળી રહ્યો છે.આદિપુર સામખિયાળી ફોર લાઈનનું કામ ચાલુ છે તો અનેક અંડરબ્રીજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે.તો ચેમ્બર દ્વારા પણ રેલવે પ્રધાનને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીધામથી અમદાવાદ એક વંદેમાતરમ સુપર ફાસ્ટ ટ્રેન મળે, ગાંધીધામથી દિલ્હીની એક ટ્રેન મળે તો ગાંધીધામથી સાઉથ જવા માટે સાપ્તાહિક ટ્રેન છે તે રેગ્યુલર કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તો આગામી સમયમાં કાર્ગો ટ્રેન પણ કચ્છને મળે તે માટેની રજુઆત કરવામાં આવી છે તો ચૂંટણી બાદ બેઠક યોજીને આ તમામ મેમોરેન્ડમ પર ચર્ચા કરીને મંજૂરી સહિતની બાંયધરી રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ

તમે આ પણ વાંચી સકો છો :

JEE Main Result : જેઈઈ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા, એક વિદ્યાર્થીના માતાપિતા તો ખુલ્લી જગ્યામાં કપડા વેચી ગુજરાન ચલાવે છે !

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories