ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
દેશભરમાંથી આવેલા કારીગરો દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહિત વેચાણ માટેના ૧૦૦થી વધુ સ્ટોલ
તા.૯ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે ગાંધી શિલ્પ બજાર’ મેળો ચાલશે: મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિ
કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત હસ્તકલા પ્રદર્શન મેળો ‘ગાંધી શિલ્પ બજાર’નો પ્રારંભ કરાયો હતો. જેમાં તા.૯ થી ૧૫ ડિસેમ્બર સુધી દેશભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા બનાવાયેલી ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.
ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાંથી અહીં આવેલા કારીગરો દ્વારા હેન્ડલૂમ કપડા, ચપ્પલ, બેગ્સ, ઘરેણા, ગૃહ સુશોભનની વસ્તુઓ અને માટીના વાસણો જેવી વિવિધ હાથ બનાવટ અને કલાકારીગરીની ચીજવસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષે તેવી છે.