HomeBusiness'Food And Agritech Expo-R0R4'/૧૦ થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘ફુડ એન્ડ...

‘Food And Agritech Expo-R0R4’/૧૦ થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો–ર૦ર૪’ યોજાશે/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો–ર૦ર૪’ યોજાશે

દક્ષિણ ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર અને ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે પ્રદર્શન યોજાશે, જેમાં એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ મળશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરીકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે છેલ્લા ૮૩ વર્ષથી કામ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફુડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે અને દક્ષિણ ગુજરાતમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ ‘ફુડ એન્ડ એગ્રીટેક’ જેવા પ્રદર્શનો એક સીમાચિન્હ બની રહેશે. ચેમ્બર દ્વારા યોજાનારા આ પ્રદર્શનમાં બિયારણથી લઇને બજાર સુધીની શ્રૃંખલાનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રદર્શન થકી કૃષિ ક્ષેત્રે અને ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરાશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ / ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ અપાયું છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories