Fake Doctor Arrested: શહેર SOG દ્વારા બોગસ ડોક્ટરની ધરપકડ
ક્લિનક ખોલી લોકોની સારવાર કરતો હતો ઝોલાછાપ
SOG દ્વારા વોચ ગોઠવી કરી ધરપકડ
સુરતમાં સચીનના આકાશ કોમ્લેક્સમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડૉકટરને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. કોઇપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તે લોકોને દવા આપી પૈસા કમાઈ લોકોનો જીવ જોખમમાં મૂકતો હતો.
બોગસ ડિગ્રી રાખી ક્લિનક ચલાવતો ઝોલાંછાપ ડૉક્ટર
સુરત SOGની ટીમે સચિનના આકાશ કોમ્પ્લેક્ષમાં જનતા ક્લિનિકના નામે દવાખાનુ ધરાવતા 27 વર્ષીય નિલોય ઉર્ફે નિલુ વાઈ બિસ્વાસને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નિલોય ઉર્ફે નિલુ વાઈ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પોતાના કબજામાં વિલાયતી દવાનો જથ્થો રાખતો હતો. આ સાથે બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યના જીવન અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી રાખતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે નિલોય ઉર્ફે નિલુ વાઈ સામે IPC કલમ-336 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ કલમ-30, 33 મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન અને સીરપની બોટલો કબજે કરી હતી. હાલ આ ઝોલાં છાપ ડોક્ટરની ધડપકડ કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.. ત્યારે લોકોને પણ આવા ઝોલાં છાપ બોગસ ડૉક્ટરોના રાવાડે નહીં ચઢી પોતાના આરોગ્યની સંભાળ રાખવા ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: