HomeAutomobilesDigiyatra:દેશના આ એરપોર્ટ પર આજથી ચહેરો સ્કેન કરાવ્યા વિના નહી મળે પ્રવેશ-India...

Digiyatra:દેશના આ એરપોર્ટ પર આજથી ચહેરો સ્કેન કરાવ્યા વિના નહી મળે પ્રવેશ-India News Gujarat

Date:

Digiyatra:દેશના આ એરપોર્ટ પર આજથી ચહેરો સ્કેન કરાવ્યા વિના નહી મળે પ્રવેશ-India News Gujarat

  • Digiyatra:એરપોર્ટ પર હવેથી મુસાફરોને તેમના ચહેરા પરથી ઓળખ કરવામાં આવશે.
  • ચહેરો સ્કેન કરાવવા માટે મુસાફરો ડિજિ યાત્રા એપ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે
  • સ્થાનિક મુસાફરો માટે દિલ્લી, વારાણસી અને બેગ્લોર એરપોર્ટ ઉપર ચહેરો સ્કેન કરવામાં આવશે.
  • ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી પર આધારિત નવી સિસ્ટમ આજથી અમલમાં આવશે. આમા સ્થાનિક મુસાફરોને તેમના ચહેરાથી ઓળખ કરવામાં આવશે.
  • ડિજી-યાત્રા મોબાઈલ એપ દ્વારા મુસાફર એરપોર્ટ ખાતે પેપરલેસ એન્ટ્રી કરી શકશે. જે તે મુસાફરના ચહેરો ઓળખવાની આ રીતથી, એરપોર્ટની સુરક્ષા અને અન્ય ચેક પોઈન્ટ ઉપર આપોઆપ પ્રક્રિયા કરવામાં આવશે
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 માટે ડિજી-યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
  • ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી માર્ચ 2023થી હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વિજયવાડામાં પણ શરૂ થશે
  • આવનારા ટુંક સમયમાં જ ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી દેશભરના એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે
  • અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી માટે બનાવેલ ડિજી-યાત્રા મોબાઈલ એપનું બીટા વર્ઝન ગત 15 ઓગસ્ટે દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
  • એપની નોડલ એજન્સી ડિજી-યાત્રા ફાઉન્ડેશન છે, જે એક ગેર સરકારી સંસ્થા છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ કોચીન, બેંગ્લોર, દિલ્લી, હૈદરાબાદ અને મુંબઈની ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. માં હિસ્સો ધરાવે છે.

Digiyatra: મુસાફરોનો ડેટા 24 કલાકમાં સર્વરમાંથી ડિલીટ કરી નખાશે

  • ડિજી-યાત્રા એપમાં મુસાફરોની વ્યક્તિગત ઓળખનો ડેટા સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમમાં સ્ટોર કરવામાં નહી આવે.
  • ઓળખ કાર્ડ અને મુસાફરીની વિગતો પેસેન્જરના ફોનમાં જ સુરક્ષિત વોલેટમાં રાખવામાં આવશે.
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે એપમાં મુસાફરોનો ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવશે
  • આ માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  • મુસાફરોનો ડેટા મુસાફરીના 24 કલાક પહેલા શેર કરવામાં આવશે, અને મુસાફરી પૂર્ણ થયાના 24 કલાકમાં એરપોર્ટના સર્વરમાંથી ફરજિયાત પણે ડિલીટ પણ કરી દેવામાં આવશે.

બોર્ડિંગ પાસ સાથે લિંક કરાશે

  • હવાઈ મુસાફરી કરનાર મુસાફરે તેનું આધાર કાર્ડ વેરિફિકેશન અને ફોટો ડિજી-યાત્રા મોબાઈલ એપ પર અપલોડ કરવાનો રહેશે.
  • બોર્ડિંગ પાસ એપ પર જ તેને સ્કેન કરવાનો રહેશે.
  • ડિજી-યાત્રા મોબાઈલ એપની માહિતી એરપોર્ટ સાથે શેર કરવામાં આવશે.
  • બોર્ડિંગ પાસના બારકોડને એરપોર્ટના ઈ-ગેટ પર સ્કેન કરવામાં આવશે. અહીં ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી લગાવવામાં આવશે, જેમાં મુસાફરના ચહેરા દ્વારા ઓળખ અને મુસાફરીના દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં આવશે.
  • પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુસાફરો ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. તેમને ફ્લાઈટમાં ચડતી વખતે સુરક્ષા તપાસ અને સામાન્ય પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે.
  • સિંધિયાએ કહ્યું કે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી દુબઈ, સિંગાપોર, એટલાન્ટા સહિત જાપાનના નરિતા એરપોર્ટ પર અમલમાં છે.
  • આ ટેકનોલોજીને કારણે મુસાફરોનો સમય બચી રહ્યો છે.
  • એટલાન્ટા એરપોર્ટ ખાતે માત્ર 9 મિનિટમાં મુસાફર એરપોર્ટ લોન્જથી ફ્લાઈટમાં ચઢી જતા હોવાનો દાવો કરવામાં આવે છે.

કેવી રીતે કરશો ડિજી યાત્રા એપનો ઉપયોગ

  • જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા હોવ તો આપને જણાવી દઈએ કે તમારે પહેલા તમારા મોબાઈલમાં ડિજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે.
  • ત્યાર બાદ તેમા માંગેલી વિગતો ભર્યા બાદ તમારે આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કરવું પડશે.
  • તમારે આ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવી પડશે, અહીં નોંધનીય બાબત એ છે કે આ પ્રક્રિયા OTP આધારિત છે.
  • જ્યારે પણ તમે ડિજી યાત્રા એપ પ્રક્રિયા પૂર્ણ થયા પછી મુસાફરી કરો છો, ત્યારે તમારે ફક્ત વેબ ચેક ઇન કર્યા પછી આ એપ્લિકેશન પર તમારી ફ્લાઇટની ટિકિટ અપલોડ કરવાની રહે છે.
  • એરપોર્ટ પર પહોંચ્યા પછી, તમારે તમારી એપ્લિકેશનને સ્કેનર પર મૂકવાની રહેશે અને પછી તમારા ચહેરાને સ્કેન કરાવવો પડશે અને તેના આધારે તમે પ્રવેશ કરી શકશો.
  • આ પછી, સુરક્ષા માટે ફેસ સ્કેન અને બોર્ડિંગ સમયે ફેસ સ્કેન કરવામાં આવશે. જે બાદ તમે સરળતાથી એરપોર્ટ-ફ્લાઈટમાં પ્રવેશી શકશો

આ પણ વાંચો:

Surat Airport:  કાર્ગોની ફેસિલિટી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા વેપારીઓની માગ

આ પણ વાંચો:

Air India ‘Maharaja’ ને કહેશે ‘ટાટા’ ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ

SHARE

Related stories

Latest stories