HomeBusinessDigital Rupee:1 ડિસેમ્બરે થશે લોન્ચ, જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ-India News...

Digital Rupee:1 ડિસેમ્બરે થશે લોન્ચ, જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ-India News Gujarat

Date:

Digital Rupee:1 ડિસેમ્બરે થશે લોન્ચ, જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ-India News Gujarat

  • Digital Rupee:પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન, ડિજિટલ રૂપિયાનું નિર્માણ, વિતરણ અને છૂટક ઉપયોગની સમગ્ર પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
  • અગાઉ, 1 નવેમ્બરના રોજ, કેન્દ્રીય બેંકે જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો શરૂ કરવાની જાહેરાત કરી છે.
  • રિટેલ ડિજિટલ કરન્સી માટે આ પહેલો પાયલોટ પ્રોજેક્ટ હશે. પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ડિજિટલ રૂપિયાનું નિર્માણ, વિતરણ અને છૂટક ઉપયોગની સમગ્ર પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
  • અગાઉ, 1 નવેમ્બરના રોજ કેન્દ્રીય બેંકે જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો.

Digital Rupee:સિલેક્ટેડ સ્થળો પર રોલઆઉટ

  • રિઝર્વ બેંકની આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નામ આપવામાં આવ્યું છે.
  • 1 ડિસેમ્બરથી તેનું રોલઆઉટ દેશના પસંદગીના સ્થળો પર કરવામાં આવશે, જેમાં ગ્રાહકથી લઈને વેપારી સુધીની દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવશે.

વ્યવહારો માટે કરી શકાશે ઉપયોગ

  • ઈ-રૂપી (e₹-R) ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે
  • તે ચલણી નોટોની જેમ સંપૂર્ણ રીતે કાયદેસર અને માન્ય છે.
  • તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

  • e₹-R બેંકો દ્વારા વિતરિત કરવામાં આવશે. વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો ડિજિટલ વૉલેટ દ્વારા કરી શકાય છે.
  • રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર વપરાશકર્તાઓ મોબાઈલ ફોન અથવા ઉપકરણોમાં સંગ્રહિત બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયા દ્વારા વ્યવહાર કરી શકશે.
  • જો તમારે કોઈ દુકાનદારને ડિજિટલ સ્વરૂપમાં ચૂકવણી કરવાની હોય તો તે વેપારી પાસે રહેલા QR કોડ દ્વારા કરી શકાય છે.

આઠ બેંકો સામેલ થશે

  • આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે આઠ બેંકોની ઓળખ કરવામાં આવી છે.
  • પરંતુ પ્રથમ તબક્કો દેશભરના ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા શરૂ થશે.
  • આ પછી બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકને આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે.

કાગળની નોટ જેટલું જ મૂલ્ય

  • તેની કિંમત કાગળની નોટો જેટલી હશે. તમે ઈચ્છો તો કાગળની નોટો આપીને પણ મેળવી શકો છો.
  • રિઝર્વ બેંકે ડિજિટલ કરન્સીને બે શ્રેણીઓમાં વહેંચી છે, CBDC-W અને CBDC-R. CBDC-W એટલે જથ્થાબંધ ચલણ અને CBDC-R એટલે છૂટક ચલણ.
  • રિઝર્વ બેંકના આ પગલાને ભારતની અર્થવ્યવસ્થાને ડિજિટલ સ્વરૂપમાં વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો-

Digital Rupee:ડિજિટલ રૂપિયાની દીશામાં ઝડપથી થઈ રહ્યુ છે કામ

તમે આ પણ વાંચી શકો છો-

Digital Banking:ને લઈને આરબીઆઈની તૈયારી,છેતરપિંડી પર લાવવામાં આવશે અંકુશ

SHARE

Related stories

Latest stories