HomeBusinessDIAMONDS ARE FOREVER/શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી/India News Gujarat

DIAMONDS ARE FOREVER/શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી

એસઆરકે એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને ડાયમંડનો ઇન્ટરનેશનલ બિઝનેસ કઇ રીતે થાય છે તેના વિષે જાણકારી આપી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેનો બશીર મન્સુરી અને નવિન પટેલ તથા ઇન્ડસ્ટ્રી ૪.૦ કમિટીના ચેરમેન જોય શાહ અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ એન્ડ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના ચેરપર્સન ડો. વંદના શાહ તથા બંને કમિટીના સભ્યો મળી ૧પ ટેકનિકલ સભ્યોના પ્રતિનિધિ મંડળે સોમવાર, તા. ૧૧ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ વિશ્વમાં જાણીતી ડાયમંડ મેન્યુફેકચરીંગ અને એક્ષ્પોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી.

એસઆરકે એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના પ્રતિનિધિએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકારી ફેકટરીના જુદા–જુદા વિભાગોની મુલાકાત કરાવી હતી. જ્યાં ડાયમંડ કટિંગથી લઇને પોલિશ્ડ સુધીની તમામ પ્રકારની જાણકારી ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેળવી હતી. આ ફેકટરીમાં ડાયમંડને કટ અને પોલિશ્ડ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી પાણીના ઉપયોગથી ડાયમંડ કટ કરવામાં આવે છે, જેની ટેકનિકલી માહિતી ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેળવી હતી.

એસઆરકે એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને ડાયમંડનો ઇન્ટરનેશનલ બિઝનેસ કઇ રીતે થાય છે તેના વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કંપનીમાં ૭ હજાર લોકો કામ કરે છે અને ૯પ ટકા ડાયમંડનું વેચાણ ઓનલાઇન થાય છે. એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના સીઇઓ કમલેશ યાજ્ઞિકે પણ કંપનીની સિદ્ધીઓ, અન્ય વિશેષતાઓ તેમજ નોલેજ ફાઉન્ડેશન વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ડાયમંડ અંગેની ડોકયુમેન્ટરી નિહાળી આર્ટ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. ગોવિંદ ધોળકિયાએ ભેટ સ્વરૂપે તેમની બાયોગ્રાફી પર લખાયેલું પુસ્તક ‘DIAMONDS ARE FOREVER, SO ARE MORALS’ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આપ્યું હતું.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories