HomeBusinessDevelopment Projects/વેસુ ખાતે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ/India News Gujarat

Development Projects/વેસુ ખાતે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ/India News Gujarat

Date:

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ICCC-વેસુ ખાતે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્માણાધિન વિકાસ પ્રકલ્પો વિષે જાણકારી મેળવતા નીતિ આયોગના એડિ. સેક્રેટરી

ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટરની કામગીરી નિહાળી અન્ના રોય પ્રભાવિત થયા

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ICCC-વેસુ ખાતે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણાધિન વિકાસ પ્રકલ્પો વિષે જાણકારી મેળવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર આયુષ ઓક અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડુમસ સી ફેસ પ્રોજેક્ટ, મેટ્રો પ્રોજેક્ટ, અર્બન સુરત ડાયમંડ બુર્સ, પાલિકાનું નિર્માણાધિન આઈકોનિક, વહીવટી ભવન, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ, ‘ODOP- વન ડિસ્ટ્રીકટ-વન પ્રોડક્ટ’, ડ્રીમ સિટી, આઉટર રિંગ રોડ, મગદલ્લા તાપી રિવર બેરેજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર, સુરત એરપોર્ટનું વિસ્તરણ કાર્ય, સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ, હાઈ પરફોર્મન્સ સેન્ટર, ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્ક, સુરત મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક, ગોથાણ અને હજીરા પોર્ટ વચ્ચે બ્રોડ ગેઝ રેલ્વેલાઈન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી, આ પ્રકલ્પો સાકાર થવાથી સુરત શહેર અને જિલ્લાના થનારા સર્વાંગી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.
આ વેળાએ એડિશનલ સેક્રેટરી અન્ના રોય અને ટીમ દ્વારા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર- વેસુની મુલાકાત લઈને થઈ રહેલી મોનિટરીંગ કામગીરી નિહાળી હતી. આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા માટે, વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઈઝડ સેન્ટરથી કરવા માટેના આ અત્યાધુનિક ICCCની કાર્યપ્રણાલી વિષે વાકેફ કર્યા હતા. અહીના ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની કામગીરી નિહાળી અન્ના રોય પ્રભાવિત થયા હતા.
આ બેઠકમાં નીતિ આયોગના એડવાઈઝરી કમિટીના ISEG અભિલાષ ભાવે, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, સુડાના ઈન્ચાર્જ CEO યોગેશ ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર (IFS), પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારી, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories