બારડોલી તાલુકાના તરભોણ ગામે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત કર્યું
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તરભોણ ગામે આવી પહોંચ્યો હતો. જયાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા,પી.એમ કિસાનવય યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના,અટલ પેન્શન યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી વિવિધ શાખાઓ દ્વારા પુરી પાડવામાં હતી.
ICDS બારડોલીના સરભોણ સેજાનાં મુખ્ય સેવિકા બેન અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવેલ અને તેનું મહત્વ સમજાવવામાં આવેલ, ICDS વિભાગનાં સગર્ભાબેન દ્વારા THRનો ઉપયોગ કરવાથી મળેલ લાભ તથા અન્ય વિભાગના લાભાર્થીઓ દ્વારા મેળવેલ લાભ મળ્યા બદલ સાફલ્ય ગાથા જણાવી હતી.
તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ હળપતિ,તાલુકા પંચાયત સભ્ય પરિક્ષિતભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, ATDO બારડોલી નિલેશભાઈ, સરપંચ જયેશકુમાર હળપતિ, અગ્રણી જયંતિભાઈ પટેલ, મુખ્ય સેવિકા સંગીતાબેન પી.સદાવર્તે, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ, અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.