HomeBusinessDeclared As 'Surat International Airport'/સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર/INDIA...

Declared As ‘Surat International Airport’/સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર/INDIA NEWS GUJARAT

Date:

સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર

કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૭ ડિસે.એ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું

કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો આધિકારિક દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ જાહેર કરેલા ગેઝેટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે.


કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૭ ડિસે.એ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે.


તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા સુરત અગ્રેસર રહેશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે એમ જણાવી મંત્રીશ્રીએ વડાપ્રધાન તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


નોંધનીય છે કે, સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરૂ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા(મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ અને દુબઈ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મી ડિસે.એ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું હતું. જ્યારે હવે અધિકૃત રીતે ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી એર કનેક્ટિવિટી, યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે વિકાસના નવા અવસરો મળશે.

SHARE

Related stories

Latest stories