HomeBusiness"Crafts-2023"/હસ્તકલા-૨૦૨૩' પ્રદર્શન સહ વેચાણ મેળામાં ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક/INDIA NEWS GUJARAT

“Crafts-2023″/હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક/INDIA NEWS GUJARAT

Date:

વનિતા વિશ્રામ ખાતે આયોજીત ૧૦ દિવસીય ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તકઃ

*જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩માં અઠીગા રાસ અને સિદીઓના પ્રખ્યાત ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યુંઃ

દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૩૦૦થી વધુ કારીગરોએ ભાગ લીધો છે.

એવોર્ડી, લુપ્ત થતી કલાને જાળવતા ઉત્કૃષ્ટ કારીગરો દ્વારા જીવંત નિદર્શન સહ વેચાણ એક્ઝિબિશન તાઃ૨૫મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશેઃ

સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાને અઠીગા રાસ અને સિદીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું.


ગુજરાતના વિવિધ જિલ્લાઓની ૧૦ જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ મેળો તાઃ૨૫મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.


કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી વધુ જેટલા કારીગર/સંસ્થાઓએ ભાગ લીધો છે જે વસ્તુઓ ખરીદીને વોકલ ફોર લોકલની વડાપ્રધાનની નેમને સાકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પીથોરા, જામ નગરી બાંધણી, કચ્છ શોલ,સુરત ઝરી ક્રાફટ, અગેટ્સ ઑફ કેમબે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોડરી જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories