HomeBusiness“Consumer Mediation Cell”/ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ પ્રકરણ-૫ કલમ ૭૪ ના નવા સુધારા...

“Consumer Mediation Cell”/ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ પ્રકરણ-૫ કલમ ૭૪ ના નવા સુધારા મુજબ “ગ્રાહક મધ્યસ્થિ સેલ” દ્વારા ભારત નું પ્રથમ ગ્રાહક ફરિયાદ “ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુરત” દ્વારા કેસનો નિકાલ/INDIA NEWS GUJARAT

Date:

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ પ્રકરણ-૫ કલમ ૭૪ ના નવા સુધારા મુજબ “ગ્રાહક મધ્યસ્થિ સેલ” દ્વારા ભારત નું પ્રથમ ગ્રાહક ફરિયાદ “ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુરત” દ્વારા કેસનો નિકાલ.


— ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુરત દ્વારા ફરિયાદીની ફરિયાદનું નિકાલ મીડિયેશન દ્વારા કરવામાં આવ્યું.
— ભારતનું પ્રથમ ગ્રાહક ફરિયાદ મિડિયેશન દ્વારા નિકાલ.
— બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પહેલ લેવામાં આવી.
— ગ્રાહકો માટે પોતાની ફરિયાદના ઝડપી નિકાલ માટે નવી તક ખુલી.

સુરતમાં ગોદાદરા ના રહેવાસી વિષ્ણુકુમાર પટેલ નાઓએ બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦/- નો વીમો લીધેલ હતો. પોલિસીના સમયગાડા દરમાયન ફરિયાદીના પત્નીને શારીરિક તકલીફ થવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા જે બાબતે ફરિયાદિએ વીમા કંપની સામે ક્લેમ કરતાં વીમા કોંપનીએ તથ્યોની ખોટી રજૂઆત હેઠડ સદર ક્લેમ રેપુડિયેટ કરેલ જેનાથી નારાજ થઈ ફરિયાદિએ વીમા કંપની સામે સુરત ડિસ્ટ્રિક્ટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.

સદર ફરિયાદની નોટિસ વીમા કંપનીનીને બજતા વીમા કંપની તરફે અડવોકેટ અમિત સબનાની તથા ફરિયાદીના અડવોકેટ પિંકેશ રાણા દ્વારા સદર ફરિયાદને મેડિયાએશન દ્વારા નિકાલ કરવા સંયુક્ત અરજી આપેલી જે અરજીને સુરત ગ્રાહક કમિશન મુખ્ય કોર્ટ ના પ્રેસિડેંટ પી. પી. મેખિયા દ્વારા મંજૂર થતાં મીડિયેટર ગીતાબેન શ્રોફની નિમણૂક કરી હતી અને મિડિયેશનના અંતે સુરત ગ્રાહક કમિશન મુખ્ય કોર્ટના પ્રેસિડેંટ પી. પી. મેખિયા, સુરત ગ્રાહક કમિશન મુખ્ય કોર્ટના મેમ્બર ડોક્ટર તીર્થેશ મેહતા, મીડિયેટર ગીતાબેન શ્રોફ, વીમા કંપનીનીના અડવોકેટ અમિત સબનાની, ફરિયાદીના અડવોકેટ પિંકેશ રાણા તથા વીમા કંપનીના કાયદા ઓફિસર ખુશી ગુપ્તાની હાજરીમાં ફરિયાદની ફરિયાદનું સુખદ સમાધાનથી નિકાલ થતાં ભારતમાં પહેલું એવું મિડિયેશનની પદ્ધતિ હેઠળ કરવામાં આવ્યું હતું અને વીમા કંપની દ્વારા ફરિયાદીને તરતજ ફરિયાદ વાળી રકમનો ચેક આપવામાં આવ્યો હતો.

SHARE

Related stories

Latest stories