‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન- સુરત
સુરત મહાનગરપાલિકાની ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પહેલ: BRTS બસના વેસ્ટ વ્હીલમાંથી પિરામીડનું સ્કલ્પ્ચર અને વૃક્ષોના કુંડા બનાવ્યા
રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારીરૂપે પાલ BRTS ડેપોની સાફસફાઈ કરવામાં આવી હતી. જેમાં BRTS બસના વેસ્ટ વ્હીલ પ્લેટ અને ડ્રમમાંથી એક પિરામીડનું સ્કલ્પ્ચર તૈયાર કરાયું હતું, અને તેને તિરંગાના રંગે રંગવામાં આવ્યું હતું. ઉપરાંત, પાલિકા દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરી નકામી ગોળાકાર લોખંડની પાઈપો વચ્ચે છિદ્રો કરી તેમાં માટી ભરી ફૂલછોડ ઉછેરવામાં આવી રહ્યા છે. બિનઉપયોગી ચીજોનો વ્યવહારૂ ઉપયોગ કરી પાલિકાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.