સ્વચ્છતા હી સેવા-સુરત
સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવા ચોર્યાસી તાલુકાના ગામોમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન યોજાયું
ચોર્યાસી તાલુકાના વાંઝ, એકલેરા, ભાણોદરા, મોહિણી, હજીરા, દામકા ગામના બસ સ્ટેશનોએ સાફ સફાઇ કરવામાં આવી
તલાટી, સરપંચ, સભ્યો, આંગણવાડી બહેનો, સખી મંડળની બહેનો,યુવાઓ સહીત ગામજનો સફાય અભિયાનમાં જોડાયા
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ, એકલેરા, ભાણોદરા,મોહિણી, હજીરા, દામકા ગામના બસ સ્ટેશનોએ સાફ સફાઇ કરવામાં આવી હતી. જેમાં ગામના તલાટી, સરપંચ, પંચાયત સભ્યો, આંગણવાડીની બહેનો, સખી મંડળની બહેનો, ગામના યુવાનો સહિત વડીલો પણ સફાઈ અભિયાનમાં જોડાઇ સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી હતી.
આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવ્યું હોવાથી સમગ્ર જિલ્લાને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા માટે સૌ કટિબધ્ધ બન્યા છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે.