સ્વચ્છતા હી સેવા-સુરત
ગભેણી ગામના રામેશ્વર કોલોનીમાં સાફ સફાઇ કરવામાં આવી
મનપાના અધિકારી ગણ, નગર સેવકો અને એન.જી.ઓના પ્રતિનિધિઓ સફાઈ અભિયાનમાં જોડાયા
સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. ત્યારે સુરત મહાનગર વોર્ડ નં. ૩૦ (કનસાડ-સચીન-ઉન-આભવા) નાં ગભેણીગામ ખાતેનાં આજુબાજુના વિસ્તારમાં સ્વછતા અભિયાનનો ચલાવવામાં આવ્યું હતું.
આરોગ્ય અધિકારી એ.પી. ભટ્ટના જણાવ્યા મુજબ આજના ત્રીજા દિવસના અભિયાનમાં સાઉથ ઝોન – બીના ડેપ્યુટી કમિશ્નર, સાથી કોર્પોરેટર, પુર્વ કોર્પોરેટરઓ, એન.જી.ઓ ના પ્રતિનિધિઓ,સ્થાનિક કાર્યકર્તા અને ગ્રામજનો સહભાગી થયા હતા.
ઉલ્લેખનીય છે કે સાઉથ ઝોન-બી(કનકપુર)નાં જુદા જુદા વિસ્તારમાં તા: ૧૪/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૦/૨૦૨૩ દરમિયાન “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ અજીતસિંહ રાજપૂત, માજી શાસકપક્ષના નેતા ગીરજાસિંહ, રોટરી આર.સી.સી, ગભેણીગામનાં સામાજિક અગ્રણીઓ અને અને સિનિયર સીટીઝનો ઝુંબેશમાં સહભાગી બન્યા હતા.