HomeBusiness'Chief Minister's Mother Shakti Yojana'/‘સ્વસ્થ ગુજરાત’ માટે ‘સત્વ અભિયાન’/India News Gujarat

‘Chief Minister’s Mother Shakti Yojana’/‘સ્વસ્થ ગુજરાત’ માટે ‘સત્વ અભિયાન’/India News Gujarat

Date:

પોષણ માહ:૨૦૨૩

રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

‘સ્વસ્થ ગુજરાત’ માટે ‘સત્વ અભિયાન’

‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન’ એટલે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’

ઓલપાડ ગામના પ્રસૃતા ભુમિબેન દિહેણીયા માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’
…….
બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓને પૌષ્ટિક પૂરક આહાર થકી મળી રહ્યું છે સુપોષણ
…….

રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભે સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા સરકાર કટિબધ્ધ છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. ગર્ભમાં રહેલા બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા આ ૧૦૦૦ દિવસ માટે સગર્ભાઓના પોષણ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” અમલમાં મુકવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્યારે આ યોજના હેઠળ ઓલપાડ ગામના ઝાપા ફળિયામાં રહેતાં ૨૬ વર્ષિય લાભાર્થી પ્રસૃતા ભુમિબેન દિહેણીયા અને તેમના દોઢ વર્ષના નવજાત શિશુને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી પ્રસૃતા ભુમિબેન સાગરભાઇ દિહેણીયા જણાવ્યું કે‘ હું ગર્ભવતી થઇ ત્યારે ઓલપાડ ગામના આંગણવાડીના કાર્યકર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ વિશે માહિતગાર કરી યોજનાનો લાભ લેવા માટે પ્રેરણા આપી હતી .મારા નવજાત બાળકને નાનપણથી જ પોષણયુકત આહર મળી રહે તે સરકાર દ્વારા પ્રતિ માસ પ્રતિ ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. આ કિટ આંગણવાડી કેન્દ્રથીમાંથી મને નિયમિત મળે છે. મારું બાળક ૨ વર્ષનું થશે ત્યાં સુધી લાભ મળશે.
ભુમિબેન વધુમાં જણાવે છે કે, આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તેમજ ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જ્યારે કોઇ પણ મહિલા બાળકને જન્મ આપે ત્યારબાદ એમના માતા-પિતાના દ્વારા સુવાવડ સમયે પૌષ્ટક ખોરાક આપવામાં આવે છે, તેની સાથે રાજ્ય સરકાર પણ અમારા જેવી હજારો મહિલાઓને પોષણયુકત આહાર આપી રહી છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નોધનીય છે કે, ૬ માસથી ૩ વર્ષની વય ધરાવતા બાળકો, અતિ ઓછું વજન ધરાવતા હોય તથા ૩-૬ વર્ષના બાળકો, ધાત્રી, સગર્ભાઓ તથા ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી હોય તે કિશોરીઓ અને ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને સત્વ યોજના હેઠળ આંગણવાડી મારફત પોષણકીટ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નામ નોંધણી કરાવી યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય છે.
આમ, ગર્ભસ્થ શિશુથી લઈને ધાત્રી માતાઓના પોષણના ઉદ્દેશ સાથે ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’ સાર્થક થઈ રહ્યું છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories