Bhavnagar: હીરાબજારનાં માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાનાં વેપારીઓમાં રોષ જાગ્યો હતો અને ત્યારબાદ વેપારી સામે મહાનગરપાલિકાએ ફરજમાં રૂકાવટ ની ફરિયાદ દાખલ કરતા હીરાબજારમાં હડતાળ પડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
હીરાબજારનાં માધવરત્ન બિલ્ડિંગને સીલ મરાઈ
આ મામલે આજે ભાવનગર કલેકટર, મહાનગરપાલિકા કમિશ્નર અને પોલીસ અધિક્ષકને બાઇક રેલી કાઢી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન બિલ્ડીંગને ભાવનગર મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ને લઈ બિલ્ડીંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગમાં ૭૦૦ કરતા વધારે હીરા ની ઓફિસો આવેલી છે ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસ ની અવગણનાં કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યું હતું.
જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઇ ત્રણ લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ અમુક ઓફીસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવ્યું હતું તેવા પણ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ભાવનગર હીરા બજારનાં તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Bhavnagar: ફાયર સેફટીના અભાવના કારણે બિલ્ડિંગ સીલ
ઘટનાની વાત કરીએ તો .. મહાનગરપાલિકાનાં ફાયર બ્રિગેડે બિલ્ડીંગમાંથી વેપારીઓને કાઢયા, જેમાં હીરાની જોખમી વસ્તુઓની સિક્યુરિટી માટે ખુલ્લા રખાયેલ દ્વારમાંથી વેપારીઓ માધવરત્નમાં ઘુસ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવથી સીલ માર્યું હતું અને ત્યારબાદ ફાયર બ્રિગેડે બિલ્ડીંગમાંથી હીરાનાં વેપારીઓને કાઢયા હતા. ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલી માધવ રત્ન બિલ્ડીંગમાં ૭૦૦ થી વધુ હીરાની ઓફિસો અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની અવરજવર હોવા છતાં ફાયર સેફટીનો સદંતર અભાવ હોવાને કારણે ભારે વિવાદ વચ્ચે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા.
પરંતુ હીરાના વેપારીઓની જોખમી વસ્તુઓ રાખતા સ્ટોરેજમાં સિક્યુરિટી અને સ્ટોરેજના સ્ટાફ માટે ખુલ્લો રાખવામાં આવેલ દરવાજામાંથી વેપારીઓએ ઘુસી ઓફિસો ખોલતા પુનઃ ફાયર બ્રિગેડ વિભાગે સ્થળ પર જઈ વેપારીઓને બહાર કાઢતા હોબાળો મચ્યો હતો. શહેરનાં નિર્મળનગર વિસ્તારમાં ૭૦૦ થી વધુ હીરાની ઓફિસો ધરાવતા ચારથી પાંચ માળના માધવ રત્ન બિલ્ડીંગમાં તો ફાયર સેફટીની કોઈ સુવિધા જ નથી. છેલ્લા ચાર વર્ષથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અનેકવાર નોટીસો આપવા છતાં તેનો કોઈ પ્રત્યુતર પણ આપવામાં આવતો નથી.
તમે આ પણ વાંચી સકો છો :
Swati Maliwal: કેજરીવાલના સહયોગી દ્વારા મહિલા સાંસદ સાથે ‘દુરાચાર’, ભાજપ દ્વારા કેસને લઈને વિરોધ
તમે આ પણ વાંચી સકો છો :
Farooq Abdullah: નરેન્દ્ર મોદી પર ફારુક અબ્દુલ્લાની ટિપ્પણી, કહ્યું ‘તમારી પત્નીને સંભાળી ન શક્યા’