SHARE
HomeBusiness'Beti Padhao' Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ 'બેટી પઢાઓ' શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા...

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું/INDIA NEWS GUJARAT

Date:

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું

પહેલની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમને અનુરૂપ છે

આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી પ્રોટેઈન eGov ટેકનોલોજીસ સાથેના તેના જોડાણને રિન્યુ કરીને શિક્ષણમાં લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે. દેશભરમાં ‘બેટી પઢાઓ’ (દીકરીઓને શિક્ષિત કરવા) શિષ્યવૃત્તિ પહેલને આગળ વધારવા માટે ગુરુવારે (7 માર્ચ) મુંબઇમાં પ્રોટેઈનના મુખ્યમથક ખાતે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલ, શરૂઆતમાં એએમ/એનએસ ઇન્ડિયા દ્વારા માર્ચ 2022 માં શરૂ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના રાજ્યોની લગભગ 650 જેટલી વંચિત યુવતીઓના જીવનમાં હકારાત્મક અસર કરી છે.

આ સમજૂતિ કરાર માટે યોજાયેલા સમારંભમાં એએમ/એનએસ ઇન્ડિયાના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડિરેક્ટર કેઇજી કુબોટા અને સીએસઆરનાં વડા ડૉ. વિકાસ યાદવેન્દુ તેમજ પ્રોટીનના જયેશ સુલે, ડબલ્યુટીડી અને સીઓઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પહેલના માધ્યમથી એએમ/એનએસ ઇન્ડિયા આર્થિક રીતે નબળાં પરિવારની વિદ્યાર્થીનીઓને નાણાંકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે, જે વર્ષનાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ સાથે સુસંગત છે. દેશભરની વિદ્યાર્થીનીઓને પોતાના શૈક્ષણિક ધ્યેયોને હાંસલ કરવા શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે, જેમાં લાયકાતના માપદંડને આધિન ટેકનિકલ, તબીબી અને વ્યાવસાયિક કાર્યક્રમો, અંડરગ્રેજ્યુએટ શિક્ષણ, તેમજ રાષ્ટ્રીય અને રમત-ગમતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

કેઇજી કુબોટા, ડેપ્યુટી ડિરેક્ટર – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)ના જણાવ્યા અનુસાર “અમારી ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓને તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ કરીને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં સહાયરૂપ બનશે, જેના કારણે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન મળશે. ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારી યુવતીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની વધતી આવશ્યકતા, શિક્ષણમાં પ્રર્વતેલી જાતીય અસમાનતાને દૂર કરવાના ઉદ્દેશ્યમાં મહત્વનું યોગદાન આપશે. આ પહેલ ‘સ્માર્ટ સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’નું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

શિષ્યવૃત્તિ પ્રક્રિયાની દેખરેખની જવાબદારી સંભાળતા, પ્રોટેઈન વિદ્યાસારથી એપ્લિકેશન વેલિડેશન, શિષ્યવૃત્તિ પુરસ્કારો અને ભંડોળની વહેંચણીનું સંચાલન કરશે.


ગોપા કુમાર, ચીફ બિઝનેસ ઓફિસર, પ્રોટેઈન eGov ટેકનોલોજીસ લિમિટેડે જણાવ્યું હતું કે, “આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓના શિક્ષણને આગળ ધપાવવા માટે સમર્પિત આ અસરકારક પહેલમાં એએમ/એનએસ ઇન્ડિયા સાથેની અમારી ભાગીદારીને મજબૂત કરી ખૂબ જ સન્માનની લાગણી અનુભવીએ છીએ. પ્રોટન વિદ્યાસારથી પ્લેટફોર્મ મોટા કોર્પોરેટ્સને તેમના CSR ખર્ચને સાચી રીતે સમાજ માટે ઉપયોગી બનાવવા કાર્ય કરે છે. આ પ્રોટેઈનના મિશન સાથે પણ સંરેખિત છે. અમે સામાજિક અને નાણાંકીય દ્રષ્ટિએ સેંકડો લોકોને સાંકળવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.”

SHARE

Related stories

Latest stories