- Bank FD Fraud: હાલમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ રહ્યો છે.
- છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે.
- આજે આપણે જાણીશું કે, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit Fraud) પર કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
- દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
- છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit Fraud) પર કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે
બેંકની એફડી દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત
- શું બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા ફ્રોડ થઈ શકે? તમે વિચારતા હશો કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું તો એકદમ સુરક્ષિત છે, તો તેમા કેવી રીતે છેતરપિંડી થઈ શકે? પરંતુ ઠગ્સ લોકોએ બેંકની એફડી દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત શોધી લીધી છે.
- ફ્રોડ કરનારા પહેલા તો ડેટાની ચોરી કરે છે અને ત્યારબાદ કોન્ટેક્ટ ડીટેઈલ મેળવી લોકોને ફોન કોલ કરે છે.
બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે
- જે લોકોએ જુદી-જુદી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવેલી છે તેને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટમાં પાકતી મુદત પહેલા થોડી વિગતો સુધારવાની જરૂરિયાત છે. તેથી તમે તમારી એફડીની વિગતો અમને આપો.
- તમને વિશ્વાસમાં લેવા માટે થોડી માહિતી તમને શેર કરશે અને અંગત માહિતી આપવા માટે જણાવશે.
- લોકોને તેમના પર ભરોસો થયા બાદ વિગતો શેર કરે છે અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.
- લોકો પોતાની એફડીની વિગતો આપે છે ત્યારબાદ તેમાં ફેરફાર કરીને છેતરપિંડી કરે છે.
- હાલમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે આ પ્રકારના ફ્રોડથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ
છેતરપિંડીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન
- સૌપ્રથમ તો જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ કોલ અથવા મેસેજ આવે તો તેને રીપ્લાઈ આપવો નહીં.
- મેસેજની લિંક પર જો કોઈ વેબસાઈટ પર વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે તો તેમાં અંગત વિગતો આપવી નહીં, કારણ કે, બેંકની વેબસાઈટ જેવી જ દેખાતી સાઈટ હકીકતમાં ફેક હોય છે.
- આ ઉપરાંત જ્યારે તમે બેંકમાં FD કરાવવા માટે જાઓ છો ત્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે તમને વધારે વ્યાજ સાથે સારૂ રીટર્ન મળે તેવી રીતે રોકાણ કરીવી આપીશ તો આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ.
- FD બુકિંગ માટે ક્યારેય પણ કોરો ચેક આપશો નહીં. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ