HomeBusinessAnti Tobacco Campaign/દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો/India News...

Anti Tobacco Campaign/દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો/India News Gujarat

Date:

સચિન-લાજ્પોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ: દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચિન-લાજ્પોર ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૨૨,૨૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩” એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સો.વ. મુકેશ શ્રીવાસ્તવ તેમજ વહિવટી અધિકારી મંગેશભાઈ ચિખલીકર, ડી.એસ.આઇ હસમુખ રાણા અને પી.આઇ આર.આર.દેસાઇ, પો.કો હરપાલસિંહ પઢિયાર પો.કો જગદીશભાઈ ચૌધરી સચિન પોલિસના સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંદ વસુલાયો હતો.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories