- Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. લાંબા સમયથી દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
- દૂધના ભાવ સમયાંતરે વધતા ગયા. પરંતુ, હવે અમૂલે ગ્રાહકોને રાહત આપી છે.
- અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના દરમાં ઘટાડો કર્યો છે.
- આ પગલાથી ગ્રાહકોને મોટી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે દેશમાં દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
- છેલ્લા કેટલાક સમયથી તમામ કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ દ્વારા હવે દૂધના દરમાં ઘટાડો કરવાથી અન્ય કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ આવશે.
Amul milk:અમૂલ ડેરીએ દૂધની ત્રણ પ્રોડક્ટ્સ
- અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં 1 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.
- અમૂલ ગોલ્ડના એક લિટર સેચેટની કિંમત પહેલા રૂ. 66 હતી, જે હવે એક રૂપિયો ઘટાડીને રૂ. 65 કરવામાં આવી છે.
- અમૂલ ટી સ્પેશિયલ દૂધના એક લિટર પાઉચનો દર 62 રૂપિયા હતો જે હવે 61 રૂપિયા થઈ ગયો છે.
- આ રીતે અમૂલના તાજા દૂધનો રેટ 54 રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે એક રૂપિયો ઘટાડીને 53 રૂપિયા કરવામાં આવ્યો છે.
જૂન 2024માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
- અમૂલ ડેરીએ ગયા વર્ષે જૂનમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો.
- આ વધારા બાદ અમૂલ ગોલ્ડના 500 mlની કિંમત 32 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ ગઈ છે.
- અમૂલ ગોલ્ડનો એક લિટરનો ભાવ રૂ.64થી વધીને રૂ.66, અમૂલ તાઝા 500 એમએલનો ભાવ રૂ.26થી વધીને રૂ.27 અને અમૂલ શક્તિ 500 એમએલનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 થયો છે.
- નવા દરો 3 જૂનથી દેશભરમાં અમલમાં આવ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો :
Monkey Pox:દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો, આરોગ્ય વિભાગે આપી ચેતવણી, જાણો શું છે તેનો ખતરો?
તમે આ પણ વાંચી શકો છો :
Delhi Assembly Elections:નારાજગીના અહેવાલો વચ્ચે ભાજપને લઈને એકનાથ શિંદેની મોટી જાહેરાત