HomeBusinessAmul Dairy: અમૂલનું ટર્નઓવર 12,880 કરોડને પાર કરી એૈતિહાસિક રચ્યો - INDIA...

Amul Dairy: અમૂલનું ટર્નઓવર 12,880 કરોડને પાર કરી એૈતિહાસિક રચ્યો – INDIA NEWS GUJARAT

Date:

Amul Dairy: આણંદની અમૂલ ડેરીએ વર્ષ 2023-24માં અંદાજીત ટર્નઓવર 12,880 કરોડને પાર કરી તેની એૈતિહાસિક સપાટી પાર કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અમૂલના ટર્નઓવરમાં 9 ટકાનો વધારો

દેશને સહકારિતામાં રહેલી શક્તિનો પરિચય કરાવનાર અમુલ ડેરીએ નાણાકીય વર્ષ 2023 24 માં ઐતિહાસિક 12,880 કરોડનું ટર્નઓવર કર્યું છે. આણંદની અમૂલ ડેરી ખાતે ચેરમેન વિપુલ પટેલએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમૂલ ડેરીનાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર અમૂલ ડેરીએ આટલું ટર્નઓવર પાર કરીને ઐતિહાસિક સફળતા મેળવી છે, ગત વર્ષ કરતા આ વર્ષે ટર્નઓવરમાં 9 ટકાનો વધારો દર્સાવે છે. અમુલે તેની ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણાની અતૂટ પ્રતિબદ્ધતા સાથે ડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબ જ કપરું રહ્યું હતું. જયારે ચાલુ વર્ષે અમૂલ ડેરી દ્વારા એક હજારથી વધુ પોષણક્ષમ દૂધનો ભાવ ખેડુતોને આપ્યો છે, જે ગતવર્ષની સરખામણીમાં 11 ટકાનો વધારો છે. જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મબૂતાઈ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.

Amul Dairy: 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન

નાણાકીય વર્ષ દરમિયાન, સંઘે તેના ઉત્પાદન પોર્ટફોલિયો અને ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે વ્યૂહાત્મક પહેલ શરૂ કરી હતી. અમૂલ ડેરીમાં 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સ્થિતી વધુ મજબુત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 15 ટકાનો નોંધપાત્ર વધારો દર્સાવે છે, તેમજ અમૂલ દ્વારા દુધ ઉત્પાદન વધારવા માટે પશુઓમાં સેકસ સિમેનનો, ભ્રુણ પ્રત્યારોપણનો, તેમજ સંઘે તેની ઉત્કૃષ્ટતાના અનુસંધાનમાં, ઉત્પાદકતા વધારવા અને તેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાસલ કરવા માટે ડીઝીટલ પટ્ટા જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે જણાવ્યું હતું. તેમજ હવે પશુઓમાં પણ જોડકા વાછરડાનો જન્મ થઈ રહ્યો છે, તેમ જણાવ્યું હતું. અમૂલ તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા અને તેના દૂધ ઉત્પાદકોને વધુ દૂધ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ટર્નઓવર અને દૂધની પ્રત્યાપનમાં સમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની યોજનાઓ સાથે, વાછરડી ઉછેર કેન્દ્રો સ્થાપવા અને દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કરવાની પહેલ સાથે, અમૂલ આગામી વર્ષોમાં સતત સફળતા માટે તૈયાર છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories